Friday, April 17, 2026
HomeGeneralનિર્લિપ્ત રાયની નજર રાજકોટ પર ટકી જાય તે પહેલા જુગારીઓ સામે સ્થાનિક...

નિર્લિપ્ત રાયની નજર રાજકોટ પર ટકી જાય તે પહેલા જુગારીઓ સામે સ્થાનિક પોલીસની સખત કાર્યવાહી

- Advertisement -

તુષાર બસિયા(નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજ્યમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચની સિઝન (સટ્ટોડિયાઓ માટે) ભારે સાબિત થઈ રહી છે. વર્ષોથી આરામથી અને રહેમરાહે ચાલતી આ જુગારની બદ્દી પર મોનિટરિંગ સેલની ઘોંસ બોલી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ પણ જાણે સફાળી જાગી પોતાના વિસ્તારને સ્વચ્છ કરવા લાગી હોય તેમ જણાય છે. ગતરોજ શુક્રવારે રાજકોટ શહેર પોલીસ વિસ્તારમાં તો પેરોલ ફર્લો સ્ક્વૉડે પણ જાહેરમાં ચાલતો IPLનો જુગાર ઝડપી પાડ્યો હતો.



ગતરોજ 15 એપ્રિલ શુક્રવારના રોજ રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વૉડ દ્વારા જાહેરમાં IPL ક્રિકેટ મેચ પર જુગાર રમતા ત્રણ આરોપી ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે સંત કબીર રોડ પર આવેલી શક્તિ ટી સ્ટોલની સામે તપાસ કરતા પોલીસને હાથ જાહેરમાં જુગાર રમતા આરોપી ઝડપાયા હતા. ફરિયાદ અનુસાર ઝડપાયેલા 3 આરોપીઓ આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં ટીમના ખેલાડીઓ પસંદ કરી રનફેરના સો રૂપિયાથી જુગાર રમતા હતા.

ઝડપાયેલા આરોપીઓ રવિ ઉર્ફ દુગો ડોડીયા, કપુર મછોયા અને જાનુ ઈબવાણીએ અન્ય બે શખ્સ સન્ની ડોડીયા અને પીન્ટો સરવૈયા પણ આ જુગારમાં સામેલ હોવાનું જણાવ્યું હતું. આમ કુલ 5 આરોપી વિરૂધ્ધ રાજકોટ ક્રાઈમ શહેર બ્રાન્ચમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર સહિત ગુજરાત ભરમાં ઓનલાઈન જુગારની બદ્દી ફેલાઈ રહી છે. ત્યારે મોનિટરિંગ સેલમાં આઈ.પી.એસ. નિર્લિપ્ત રાયની નિયુક્ત થતાની સાથે જ કેટલાક ઓનલાઈન જુગારના મોટા નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ તરફ રાયની નજર થાય તે પહેલા રાજકોટ પોલીસ ગુના દાખલ કરવા લાગી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટા નેટવર્ક સુધી તેઓ કેમ નથી પહોંચી શકતા તે સવા ચર્ચામાં છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular