નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગોંડલ જેતપુર હાઇવે ઉપર આવેલી હાઈ બોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ત્રણ જેટલા શ્રમિકોનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે આવીને પંચનામું અને અન્ય જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ વહેલી સવારે ચાર વાગ્યેની આસપાસ ત્રણ યુવકો કેમિકલ બેંકમાં વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં એક યુવકનું ઘાટણ સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એક યુવકનું મૃત્યુ થયું હતું અને એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આમ ત્રણેય યુવકોનું મૃત્યુ થયું હતું. જો કે આ ઘટના બાદ હજુ સુધી કંપની તરફથી કોઈ નિવેદન કે સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
પોલીસ દ્વારા માલતિ માહિતી મુજબ ગોંડલ જેતપુર નેશનલ હાઇવે ઉપર આવેલી હાઈ બોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં જે અકસ્માત સર્જાયો હતો તેમાં ત્રણ શ્રમિકોનું અવસાન થયું હતું. તેમની ઓળખ કરવામાં આવી છે. આ અકસ્માતમાં આશિષ સોલંકી, રાહુલ પંપાણિયા અને અમર વિશ્વકર્માનું મૃત્યુ થયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











