Thursday, June 4, 2026
HomeGujaratરાજકોટના પત્રકાર સામે નોંધાયેલી ફરિયાદ પરત ખેંચીએ છે, તેવું સરકારે કહ્યું અને...

રાજકોટના પત્રકાર સામે નોંધાયેલી ફરિયાદ પરત ખેંચીએ છે, તેવું સરકારે કહ્યું અને રાજકોટના DCP પ્રવીણ મીણાએ નોંધી વધુ એક ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના એક પત્રકાર સામે રાજકોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા અહેવાલો આજે સવારથી જ વહેતા થયા હતા. રાજકોટના એક દૈનિક ‘સૌરાષ્ટ્ર હેડલાઇન અસલ કાઠિયાવાડી’ના માલિક અને તંત્રી અનિરુદ્ધ નકુમ દ્વારા થોડા દિવસો અગાઉ પોતાના દૈનિક સમાચાર પત્રકમાં એક લેખ લખવામાં આવ્યો હતો, જેને લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પરંતુ રાજકોટના બધા પત્રકારો એકત્રિત થઈ જતાં અને રાજકોટના જાણીતા ‘અકિલા ન્યૂઝ’ના માલિક કિરીટ ગણાત્રાની સંબંધિત પદાધિકારીઓને રજૂઆત બાદ એવું કહેવામા આવ્યું હતું કે આ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે.

પરંતુ કોઈને એ જાણ ન હતી કે જે સમયે આ બધુ ચાલી રહ્યું હતું તે સમયે રાજકોટમાં ઝોન 1માં DCP તરીકે ફરજ બજાવતા પ્રવીણકુમાર મીણાએ પત્રકાર અનિરુદ્ધ નકુમ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી દીધી હતી. જોકે આ ફરિયાદ અત્યારે થવાથી ઘણી બધી શંકાઓ ઊભી થાય તેમ છે, કારણે કે DCP પ્રવીણકુમાર મીણાએ જે સંદર્ભે પોતાની ફરિયાદ નોંધાવી છે તે ઘટના 3 જૂન 2022ની છે. એટલે આ ઘટનાને અંદાજિત ત્રણ મહિના થવા આવ્યા છે, ત્યારે DCPએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં લેખક અનિરુદ્ધ નકુમ, તેમના પત્ની અને ન્યૂઝપેપરના માલિક જાનકી નકુમ અને સહતંત્રી ભરત રામાણી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

- Advertisement -

ફરિયાદમાં નોંધાવ્યા મુજબ DCP પ્રવીણકુમાર મીણાએ જણાવ્યુ છે કે, 3 જૂન 2022ના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં કાર્યક્રમ માટે આવ્યા હતા, તે સમયે તેમણે બંદોબસ્તમાં હતા. જ્યાં મુખ્યમંત્રીની બાઇટ લેવા મુદ્દે પત્રકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ ‘સૌરાષ્ટ્ર હેડલાઇન અસલ કઠિયાવાડી’ ન્યૂઝપેપરમાં મારા વિરુદ્ધ જાતિવાચક અપશબ્દોનો ઉપયોગ કરીને મારો ફોટો છાપવામાં આવ્યો હતો.

આ અંગે વાત કરતાં રાજકોટ ઝોન 1ના DCP પ્રવીણકુમાર મીણાએ જણાવ્યુ હતું કે, “મે ન્યૂઝપેપર પાસે બે વાર સ્પષ્ટતા માગી હતી, પરંતુ આજદિન સુધી તેમણે મને કોઈ જવાબ આપ્યો નથી જેના કારણે મે તેમની સામે ફરિયાદ કરી છે.” જ્યારે નવજીવન ન્યૂઝ દ્વારા પુછવામાં આવ્યું કે આ ફરિયાદ આજે જ કેમ કરવામાં આવી ત્યારે DCP મીણા જણાવે છે કે, “મને લાગ્યું આજે દિવસ સારો છે એટલે મે ફરિયાદ કરી દીધી.”

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉની ઘટનાની ફરિયાદ આજે જ નોંધાય છે અને તેમાં પણ જ્યારે સવારે ફરિયાદી સામે એક ફરિયાદ નોંધાઈ અને તે પરત ખેંચવાની વાત આવી ત્યારે જ બીજી ફરિયાદ સામે આવી. આ અંગે DCPનો જવાબ પણ આજે ફરિયાદ કેમ થઈ તે અંગે કોઈ સ્પષ્ટતા કરતો નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular