Thursday, April 30, 2026
HomeGujaratબીજા તબક્કાના 163 ઉમેદવારો ધરાવે ગુનાહિત ઈતિહાસ, બળાત્કાર સહિત મર્ડરના પણ ગુના

બીજા તબક્કાના 163 ઉમેદવારો ધરાવે ગુનાહિત ઈતિહાસ, બળાત્કાર સહિત મર્ડરના પણ ગુના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોનું એક વિશ્લેષણ ADR દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 96 બેઠક પર ચૂંટણી લડતા 833 ઉમેદવારોએ સોંગદનામામાં આપેલી વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કુલ 833 ઉમેદવારોમાંથી 163 ગુનો ધરાવાતા હોવાનું આ રિપોર્ટમાં સામે આવ્યું છે. જ્યારે વર્ષ 2017માં બીજા તબક્કામાં 101 ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ થયા હતા.

બીજા તબક્કામાં ચૂંટણીના જંગમાં ઉતરેલા ઉમેદવારોમાં ગુનાહિત ઈતિહાસ (Candidates Crime History) ધરાવતા સૌથી વધુ કોંગ્રેસ પક્ષના છે. કોંગ્રેસમાં કુલ 90 ઉમેદવારોમાંથી 29 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. બીજા નંબર ભાજપ છે. જેના 93 ઉમેદવારોમાંથી 18 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જ્યારે આપના 93 ઉમેદવારો પૈકીના 29 ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગંભીર ગુનાઓની વાત કરીએ તો સૌથી વધુ આપના ઉમેદવાર ધરાવે છે, આપના 17, ભાજપના 14, કોંગ્રેસના 10 અને બીટીપીના 1 ઉમેદવારો ગંભીર ગુના ધરાવે છે.

- Advertisement -

બીજા તબક્કાના કુલ 9 ઉમેદવારો સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ થયા છે. ઉપરાંત ભાજપના શહેરા બેઠક પરના ઉમેદવાર આહિર જેઠાભાઈ પર બળાત્કારને લગતો ગુનો નોંધાયેલ છે. જ્યારે બે ઉમેદવારો સામે હત્યાને લગતા ગુના દાખલ થયા છે અને 8 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસનો ગનો દાખલ થયો છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, સર્વોચ્ચ અદાલતના ચૂંટણીમાં ઉતરતા ઉમેદવારો મામલે રાજકીય પક્ષોને નિર્દેશની ખાસ અસર જોવા મળતી નથી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહી છે. બીજા તબક્કાના 20% ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular