નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં કાલુપુર વિસ્તામાં આવેલા રેવડી બજારમાં આગનો બનાવ સામે આવ્યો છે. રેવડી બજારમાં આવેલા કામધેનુ માર્કેટના ભોંયરામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદમાં જાણીતા રેવડી બજારમાં કપડાં સહિતની અનેક દુકાનો આવેલી છે. આ વિસ્તાર વેપાર માટે ધમધમતો રહેતો હોય છે. કામધેનુ માર્કેટ બિલ્ડિંગના ભોંયરામાં આગ લાગતા આસપાસની દુકનોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભોંયરામાં 30થી વધુ દુકાનો આવી છે. આગ લાગતા દુકાનદારો પણ ચિંતામાં મુકાયા હતા. ફાયર બ્રિગેડની 18 ગાડી અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ આગના બનાવને ફાયર બ્રિગેડની ટીમે મેજર કોલ જાહેર કર્યો છે. ભોંયરામાં આગ ધુમાડાના કારણે ફાયર વિભાગને કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી રહી છે. બપોરે 12.30ની આસપાસ લાગેલી આગને હજી સુધી સંપુર્ણ પણે કાબુમાં આવી નથી. આગ લાગ્યાના ચાર કલાક બાદ પણ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભોંયરામાં ફસાયેલા અંદાજિત 50થી વધુ લોકોનું ઉગારી લેવાયા છે. આગ લાગવાના બનાવ સ્થળથી ફાયર સ્ટેશન નજીક હોવાના કારણે તાત્કાલીક બચાવ કામગીરી હાથ ધરાઈ જતા લોકોએ રાહતને શ્વાસ લીધો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








