Wednesday, December 11, 2024
HomeGeneralAMC એક્શન મોડમાં: મેકડોનાલ્ડના કોલ્ડ્રિંક્સમાં મરેલી ગરોળી નીકળવા બાબતે 1 લાખનો દંડ...

AMC એક્શન મોડમાં: મેકડોનાલ્ડના કોલ્ડ્રિંક્સમાં મરેલી ગરોળી નીકળવા બાબતે 1 લાખનો દંડ ફટકાર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંક્સમાંથી ગરોળી નીકળવાનો મામલો સામે આવ્યો હતો. આ બાબતે ગ્રાહકે મેકડોનાલ્ડના મેનેજરને જાણ કરી હતી પરંતુ કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. યુવકે આ બાબતની જાણ ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.


અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર સાથે ગયા હતા. ત્યારે તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકા કોલાની અંદર મરેલી ગરોળી નીકળતાં તેઓ ચોંકી ગયા હતા. આ બાબતે તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો પણ મૂક્યો હતો.

- Advertisement -

મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંક્સમાંથી ગરોળી નીકળતા AMC પણ એક્શન મોડમાં આવી ગયું હતુ અને તાત્કાલિક તપાસ હાથ ધરી રેસ્ટોરન્ટને સીલ મારવા સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારે હવે AMC દ્વારા મેકડોનાલ્ડને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાં સુધી દંડની રકમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉપરાંત ત્રણ મહિના સુધી તંત્ર દ્વારા રેસ્ટોરન્ટનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. જો તેમાં ગંભીર બેદરકારી સામે આવશે તો આગામી સમયમાં પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular