નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં સરોગસીથી એક બાળકીએ જન્મ લીધો હતો જે મામલો હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચ્યો હતો. નવજાત બાળકીની કસ્ટડી મેળવવા જૈવિક માતા પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હેબીયર્સ કોપર્સ મુજબ અરજ કરી હતી. જે અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે તેના જૈવિક માતા-પિતાને બાળકી સોંપવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, સરોગસી એગ્રીમેન્ટ પછી જન્મ લીધેલી બાળકીની કસ્ટડી પિતાને સોંપવાની શરત રખાઈ હતી અને સરોગસીને લગતા કાયદાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવાયો છે.
સરોગસીના માધ્યમથી જન્મ આપનાર માતા દીકરીની કસ્ટડી આપવા તૈયાર હતા જે હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે, પણ પોલીસ તંત્રએ આગ્રહ કર્યો હતો કે કસ્ટડી માટે કોર્ટનો હુકમ જોઈએ. જેના કારણે પિતાએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. પિતાની અરજી પર હાઈકોર્ટે આજે અંતિમ સુનાવણી કરી હતી અને સાત દિવસની દીકરીની કસ્ટડી તેના પિતાને સોંપવા હુકમ કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











