Thursday, June 4, 2026
HomeGeneralગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ સેન્ટર ઊભા કરવા કોઈ પણ અરજી કરી શકશે,...

ગુજરાતમાં વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ સેન્ટર ઊભા કરવા કોઈ પણ અરજી કરી શકશે, જાણો સરકારની પોલિસી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧માં વાહનો માટે વ્હીકલ ટેસ્ટીંગ પોલીસી અને સ્ક્રેપ પોલીસ જાહેર કરી હતી. આ પોલીસી અંતર્ગત ગુજરાત સરકકાર દ્વારા વાહનોના ફિટનેસનું ટેસ્ટીંગ કરવા માટે ખાનગી સેન્ટરને પરવાનગી આપતી પોલીસી જાહેર કરવામાં આવી છે. જેમાં હવે ખાનગી વ્યક્તિઓ પણ વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ સેન્ટર બનાવી શકશે, આવું સમગ્ર દેશમાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં જ શરુ કરવામાં આવ્યું છે.



આ પોલિસી અંગે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારની પોલિસી હેઠળ ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટિંગ માટેની પોલિસી લાવનાર રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. પોલિસી હેઠળ અરજદાર ગુજરાતમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરી શકશે. જેના માટે કોઇપણ અરજદાર અરજી કરી શકે છે. મશીન, જમીન અને અન્ય વસ્તુઓ સાથે ચાર કરોડ જેટલો અંદાજીત ખર્ચ ફિટનેસ ટેસ્ટીંગ સેન્ટરમાં થઇ શકે છે. એક અરજદાર વધુમાં વધુ 10 સ્ટેશન જ બનાવી શકશે. આમા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન પર ટેસ્ટના બુકિંગ અને ફી સહિતની પ્રક્રિયા કેન્દ્રની ગાઈડલાઇન્સ પ્રમાણે ઓનલાઇ રહેશે. આ પોલિસીની પ્રક્રિયા આરટીઓ અને એઆરટીઓની નજર હેઠળ રહશે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરકારને આવા સ્ટેશન સ્થાપવા માટે કુલ 144 અરજીઓ મળી છે. ફિટનેસ ટેસ્ટીંગ સેન્ટર ઊભું કરવા જમીન, બાંધકામ, અદ્યતન મશીનરી, સ્ટાફ સહિતનું માળખનો ખર્ચ અરજદારને કરવાનો રહેશે. ગુજરાતમાં પીપીપી ધોરણે ફિટનેસ સેન્ટરો ઉભા કરવામાં આવશે. ભારે વાહનો માટે પ્રથમ આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને તે પછી દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે. જ્યારે ખાનગી હળવા વાહનો માટે 15 વર્ષે અને ત્યાર બાદ દર પાંચ વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular