Saturday, June 3, 2023
HomeBusinessરંગરૂટ રોકાણકારો ક્રિપટોકારન્સીમાં દાજયા પછી હવે સોનામાં પાછા ફર્યા

રંગરૂટ રોકાણકારો ક્રિપટોકારન્સીમાં દાજયા પછી હવે સોનામાં પાછા ફર્યા

- Advertisement -

ભારતમાં સોનાના ભાવ ૬ ટકા વધ્યા તેનું મૂળ કારણ ડોલર સામે રૂપિયો ૪.૯ ટકા નબળો પડ્યો

બિટકોઇનની તેજીએ, સોનાના મૂલ્યાંકનમાં ૨૦૦ ડોલરનો તફાવત પાડી દીધો

- Advertisement -

ફુગાવા વૃધ્ધિ, અમેરિકન વ્યાજદર વધારો, રશિયા યુક્રેન યુદ્ધ, જેવા કારણો છતાં સોનાને કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશ નથી મળતા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ) : તેજીવાળા પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૮૪૩ ડોલર ઉપરના ભાવનું વ્યવધાન ફરીથી સાચવી ના શક્યતા, બજાર પર મંદીવાળાનો કબજો ફરી બળવાન થયો છે. સોનાના ભાવ શુક્રવારે, છેલ્લા પાંચ દિવસમાં, સૌથી નીચલા સ્તરે ૧૮૨૨.૯૦ ડોલર બોલાયા. અમેરિકન પીએમઆઈ (પ્રોડક્શન મેનેજર્સ ઇંડેક્સ) અને યુરોની નબળાઈ જોતાં, બુલિયનમાં રોકાણ અત્યારે પરંપરાગત રીતે જોખમ રહીત મનાય છે. અમેરિકન ડોલરમાં લેણના આકર્ષણે, આખરે સોનાને એક જ દિવસમાં ૧૮૪૬ ડોલરની ઊંચાઈએથી ૨૩ ડોલર નીચે જવા ફરજ પડી છે.સોનાએ અત્યારે તેની પ્રમાણમાં કુદરતી કહી શકાય તેવી ૧૮૦૦ અને ૧૮૫૦ ડોલરની રેન્જબાઉન્ડ સાંકડી વધઘટ જાળવી છે. નાણાકીય બજારનું સેન્ટિમેન્ટ વેગથી નબળું પડ્યું છે. ત્યારે અલબત્ત, આ તબક્કે રોકાણકારોનો રસ સોનામાં રોકાણ માટે વધી શકે છે, એવું કેટલાંક કોમોડિટી એનાલીસ્ટો માની રહ્યા છે. કેટલાંક તો એવું માને છે કે અસંખ્ય રંગરૂટ રોકાણકારો, ક્રિપટોકારન્સીમાં દાજયા પછી હવે સોનામાં પાછા ફરવાનું વિચારવા લાગ્યા છે.

તમામ દેશોની નવી આર્થિક નીતિની અસર આગામી મહિનાઓમાં શુ થાય છે, તે જોવાની પણ રોકાણકારોની આતુરતા વધી હોઇ, હમણાં સોનાના ભાવ રેન્જબાઉન્ડ રહેવાની સંભાવના વધી ગઈ છે. અલબત્ત ભારતમાં છેલ્લા છ મહિનામાં પ્રતિ ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૨૫૦૦ વધીને આજે રૂ. ૫૦,૭૭૫ થયા છે, જે જાન્યુઆરીમાં રૂ. ૪૮,૨૪૩ હતા. આનો અર્થ એ થાય કે સ્વદેશી બજારમાં ૬ ટકાની વૃધ્ધિ થઈ છે, તેનું મૂળ કારણ ડોલર સામે રૂપિયો ૪.૯ ટકા નબળો પડ્યો છે.
આથી વિપરીત શેરબજાર ૨૦૨૨ આરંભથી જ ઘટવા તરફી થઈ ગઈ હતી. નિફ્ટી ૫૦ ઇંડેક્સ અત્યાર સુધીમાં ૧૨ ટકા ઘટ્યો છે. ફુગાવા વૃધ્ધિ, અમેરિકન વ્યાજદર વધારો, રશિયા યુક્રેન યુદ્ધ, જેવા અનેક કારણો છતાં સોનાને કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશ નથી મળતા, આથી કયા ભાવએ દાખલ થવાનો સૂઝકો રોકાણકારને નથી પડતો. આવી અચોક્કસતાઓનું પ્રતિબિંબ અન્ય એસેટ્સ ક્લાસ, શેરબજાર અને બોન્ડ સામે સોનામાં નગણ્ય છતાં, હકારાત્મક વળતરમાં જોવાઈ રહ્યું છે. બુલિયન બજાર પરના કબજા માટે તેજી અને મંદિવાળા સામસામી તલવાર કાઢીને ઊભા છે, તેથી પણ ભાવ સાંકડી વધઘટે અથડાય છે.૨૦૨૧માં બિટકોઇનના ભાવ ૬૮,૦૦૦ ડોલરની ઐતિહાસિક ઊંચાઈએ ગયા, તેણે પણ સોનાની ચમક ઝાંખી પાડવાનું કામ કર્યું. ગતવર્ષે કેટલાંક એનાલિસ્ટોએ કહ્યું હતું કે બિટકોઇનની તેજીએ, સોનાના મૂલ્યાંકનમાં ૨૦૦ ડોલરનો તફાવત પાડી દીધો છે. કેટલાંક રોકાણકારોને એવું લાગ્યું હતું કે સોના કરતાં બિટકોઇન અને અન્ય ક્રિપટોકારન્સીનું સંગ્રહ મૂલ્ય (સ્ટોર ઓફ વેલ્યૂ) વધુ છે. પણ હવે સેન્ટિમેન્ટ ઝડપથી બદલાયું છે, કારણ કે બિટકોઇનએ ૧૮,૦૦૦ ડોલર અને એથેરીયમે ૯૦૦ ડોલરની નીચે તળિયા બનાવ્યા.

જગતમાં અત્યાર સુધીમાં એક જ ઐતિહાસિક અસ્ક્યામત એવી છે, જે ફુગાવા સામે પૂરતું ઇન્સ્યુરન્સ (સલામતી) પૂરું પાડે છે, અને ભુ-ભૌગોલિક જોખમો સામે રક્ષણ આપે છે, તે ક્રિપટો નહીં પણ સોનું છે. ખાલી બિટકોઇનનું જ આવું નથી, નાણાકીય બજારમાં પણ કેટલીક અસકયમતો વર્તમાન સંયોગોમાં નબળી પુરવાર થઈ રહી છે. વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં જાગતિક શેરબજારો મંદિવાળાની પકડમાં આવ્યા છે અને ૨૩ ટકા તૂટયા છે. અલબત્ત, ૧૦ વર્ષના અમેરિકન બોન્ડ યીલ્ડને પણ પરંપરાગત સલામત મૂડી રોકાણ ગણવામાં આવે છે, તેનું યીલ્ડ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બમણું વધીને ૩ ટકા થયું છે, જોકે તેનો વેપાર પણ વાજબી રીતે નથી થઈ રહ્યો.

વર્તમાન વાતાવરણમાં વ્યાજદરો વધી રહ્યા છે અને ફુગાવો પણ. આ સ્થિતિમાં રોકાણકારે તેના પોર્ટફોલિયોમાં મજબૂત એસેટ્સ જ રાખવી જોઈએ. જો કે સોનાનો અમુક હિસ્સો તમારા પોર્ટફોલિયોને સમતોલ બનાવી શકે છે, જે ફુગાવા સામે વધુ હેજિંગ આપે છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular