Friday, March 29, 2024
HomeGujaratSuratગુજરાતની ચૂંટણીમાં બંગાળ જેવો માહોલ ? સુરતમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચે...

ગુજરાતની ચૂંટણીમાં બંગાળ જેવો માહોલ ? સુરતમાં AAP અને BJPના કાર્યકરો વચ્ચે દંગલના અહેવાલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં ચૂંટણી (Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. તેવામાં ગુજરાતની ચૂંટણીમાં પણ બંગાળની ચૂંટણી જેવા ઘર્ષણના દ્રશ્ય સામે આવી રહ્યા છે. ઘટનાની વિગત એવી છે કે, ગઈકાલ રાત્રે સુરત (Surat)માં આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ (BJP)ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. એવામાં પોલીસે એક વ્યક્તિને ડિટેઈન કરતાં મામલો બીચકયો હતો. દરમિયાન ટોળું ઉગ્ર બનતા પથ્થરમારાની ઘટના પણ બની હતી. આ બનાવમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના સરથાણા યોગી ચોક પાસે AAPના નેતા અલ્પેશ કથીરિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા અજય શીરોયા નામનો યુવક સભા પાસેથી પસાર થતાં તેનું વાહન ‘આપ’ના એક કાર્યકર સાથે અથડાતા બોલાચાલી થઈ હતી, બોલાચાલી થતાં સભામાં હાજર આપના અન્ય કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી અને સભામાં ખુરશીઓ ઉછળતી જોવા મળી હતી. ‘આપ’ની સભાની નજીક ભાજપના કામરેજ વિધાનસભાના ઉમેદવારનું કાર્યાલય આવેલું હોય ત્યાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જોકે પોલીસે આ મામલે એક શખ્સની અટકાયત કરતા મામલો તંગ બન્યો હતો.

- Advertisement -

ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે-સામે આવી જતાં પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારો થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ અનેક ગાડીઓમાં તોડફોડ થઈ હતી.

બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દાડી ગયો હતો. બાદમાં પોલીસે વિસ્તારને કોર્ડન કરીને મામલો થાળે પાડ્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદાબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular