નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસે તંત્રને ચિંતામાં મુળી દીધું છે. ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની રફતાર વધતાં આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આજથી રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડ પાસે ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતાં સ્થિતિ વણસે તે પહેલા જ તંત્ર કામે લાગ્યું છે. રાજ્યમાં ગઈકાલે સાંજે કોરોના વાયરસના નવા 72 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. રાજ્યમાં 200ના આંકડાએ રહેતા એક્ટિવ કેસ હવે 363એ પહોંચી ગયો છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં અને વડોદરા કોર્પોરેશનમાં 7-7 કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 03 અને અરવલ્લી-વલસાડમાં 02-02 કેસ નોંધાયો છે. ત્યાં જ સાણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠામાં 01-01 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં સંક્રમણને અટકાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 363 એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદમાં 218 એક્ટિવ છે. રાજ્યમાં કુલ 363 દર્દી સ્ટેબલ છે. ઉપરાંત રાજ્યમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











