Monday, July 27, 2026
HomeGeneralકાનપુરમાં હિંસા બાદ યુપી પોલીસની કાર્યવાહી, પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ...

કાનપુરમાં હિંસા બાદ યુપી પોલીસની કાર્યવાહી, પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ બીજેપી નેતાની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કાનપુર: પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરવા બદલ યુપી પોલીસે બીજેપી નેતાની ધરપકડ કરી છે. કાનપુરમાં થયેલી હિંસા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. આ બીજેપી નેતાનું નામ હર્ષિત શ્રીવાસ્તવ જણાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરવા બદલ પોલીસે આ કાર્યવાહી કરી છે. હર્ષિત યુવા મોરચાના પૂર્વ જિલ્લા મંત્રી છે. કાનપુરના પોલીસ કમિશનર વિજય મીણાએ કહ્યું છે કે જે કોઈ ધાર્મિક ભાવનાઓ સાથે રમત કરવાનો પ્રયાસ કરશે, અમે તેમની સામે કાર્યવાહી કરીશું.



તમને જણાવી દઈએ કે બીજેપી નેતા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણી પર વિવાદ હજુ પણ ચાલુ છે. ઈરાન, ઈરાક, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન, ઈરાન, યુએઈ, જોર્ડન, અફઘાનિસ્તાન, બહેરીન, માલદીવ્સ, લિબિયા અને ઈન્ડોનેશિયા સહિત ઓછામાં ઓછા 15 દેશોએ વિવાદાસ્પદ ટિપ્પણી પર ભારત સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. જ્યારે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પાર્ટીના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને હાંકી કાઢવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કાનપુર હિંસા બાદ યુપી સરકારે એક મોટું પગલું ભર્યું છે અને 21 IAS અધિકારીઓની બદલી કરી છે. બીજી તરફ કાનપુર ડીએમ નેહા શર્માની પણ બદલી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના પ્રવક્તાની વિવાદાસ્પદ અને કથિત ‘અપમાનજનક’ ટિપ્પણીના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં શુક્રવારની નમાજ બાદ દુકાનો બંધ કરાવવા દરમિયાન બે સમુદાયના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેને શાંત કરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે આ હિંસાના સંબંધમાં 30 થી વધુ લોકોની ધરપકડ કરી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular