નવજીવન. અમદાવાદઃ કોરોનાના કેસ એક તરફ ધડાધડ વધી રહ્યા છે અને બીજી બાજુ નેતાઓ કે જે બીજાને સલાહ સૂચનો આપવામાં આગળ રહેતા હોય તે આ કોરોનાને રોકવા માટે લગાવાયેલા નિયમો પાળવામાં પાછળ જોવા મળે છે. સરકારને સતત કોરોના મુદ્દે કયા મોંઢે આ નેતાઓ આડેહાથ લેતા હશે તેવો સ્વાભાવીક પ્રશ્ન આ વીડિયો જોયા પછી તમને થશે, લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઇન્સના ધજાગરા ખુદ નેતાઓ અને તેમની હાજરીમાં તેમના જાણીતાઓએ પણ કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય સી જે ચાવડા સહિતના નેતાઓ સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કોરોનાના નિયમો તો એક ખુણામાં મુકાઈ ગયા હતા પરંતુ નેતાઓને અન્ય પક્ષ પર કરેલા પોતાના જ તિખા પ્રહારો યાદ આવી રહ્યા ન્હોતા.
કોંગ્રેસે ઘણી વખત ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે કે સરકાર કોરોનાને મામલે ગંભીરતા દાખવી રહી નથી, કડક પગલા લઈ રહી નથી, યોગ્ય તૈયારીઓ નથી, વગેરે વગેરે,… ત્રીજી લહેરમાં હાલ ભલે મોતનો આંકડો ઊચો જોવા મળી રહ્યો નથી પરંતુ કોરોનાના દર્દીઓની સંખ્યા ધડાધડ ઉપર આવી રહી છે. વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેને કારણે લોકોએ પોતાનું ધ્યાન પોતે જ રાખવું પડે તેવી સ્થિતિ પણ આવવા જઈ રહી છે ત્યારે લોકોના આઈડલ ગણાતા, લોક નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને હવામાં ફંગોળી દેતા હોય છે જેની સમાજ પર પણ વિપરિત અસર પડે છે તે સ્પષ્ટ છે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ ચીનમાંથી ફેલાયેલા કોરોના કે જ્યારે વિદેશથી દેશમાં ફેલાયો ન્હોતો ત્યારે પણ સરકાર ગંભીર બની ન્હોતી જેને કારણે બીજી લહેરમાં તે ઘાતક બન્યો છે લોકો માર્યા ગયા છે. સરકાર 10 હજાર લોકોનો આંકડો પકડી રહી છે પરંતુ કોંગ્રેસ અને અન્ય નેતાઓએ 3 લાખ જેટલો આંકડો આપ્યો હતો. સરકાર કોરોનાના સાચા આંકડા આપતી નથી. કેટલાક લોકો ટેસ્ટ કર્યા વગર જ મૃત્યુ પામ્યા તેમની સંખ્યા ક્યાં ગણવી.
સલાહ આપવામાં પહેલા પણ નિયમ પાળવામાં છેલ્લી પાટલીએઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ લગ્નમાં જુઓ શું કર્યું Video#GujaratCongress #Coronavirus #wedding #Covid19 pic.twitter.com/4mhlpcNFQ7
— Navajivan News (@NavajivanNews) January 23, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












