નવજીવન.અરવલ્લી: મેઘરજ તાલુકાના તરકવાડા ત્રણ રસ્તા પોલીસ તંબુ નજીક રોડ સાઈડ ગેડ ગામના અને રેલ્લાવાડા ત્રણ રસ્તા પર ફોટો સ્ટુડિયો ધરાવતા યુવકની બાઈક નીચે ઉંધા માથે પટકાયેલી લાશ મળી આવતા યુવકના પરિવારજનો, સગા-સબંધીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મૃતક યુવકના પરિવારજનોએ યુવકની હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે લાશ ઉઠાવવા દેવાનો ઇન્કાર કરતા ઈસરી પોલીસ સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે ઉમટ્યો હતો પોલીસે ભારે જહેમત બાદ પરિવારજનોને સમજાવવામાં સફળ રહી હતી. મૃતક યુવકની લાશને પેનલ પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મૃતક યુવકની હત્યા કે અકસ્માતે મોત તે જાણવા ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ દોડી આવી હતી.
ગેડ ગામનો યુવક જવાનભાઈ અમૃતભાઈ તરાર રેલ્લાવાડા ત્રણ રસ્તા પર સ્ટાર ફોટો સ્ટુડિયો નામની દુકાન ધરાવતા યુવકની તરકવાડા ત્રણ રસ્તા નજીક રોડ સાઈડ ખાડામાંથી બાઈક સાથે લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. મૃતક યુવક ગતરોજ ગેડ ગામે લગ્ન પ્રસંગમાં વીડિયોગ્રાફીનો ઓર્ડર કરવા સમાજના ઝેરીયાવાડા ગામના નરેન્દ્ર નામના યુવક સાથે નીકળ્યા પછી ઓર્ડર પતાવી તેના સાથે રહેલા યુવકને તેના ઘરે રાત્રે મૂકી ગેડ ગામે જવા નીકળેલા જવાન ભાઈની બાઈક સાથે તરકવાડા ત્રણ રસ્તા નજીક પોલીસ તંબુની નજીક રોડ સાઈડ ખાડામાં ઉંધા માથે બાઈક નીચે દબાઈ ગયેલ હાલતમાં લાશ મળતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

મૃતક યુવકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને યુવકનો મૃતદેહ જોઈ ચોંકી ઉઠ્યા હતા. પરિવારજનોએ યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવાની સાથે મૃતકની લાશ ઉઠાવવાનો ઇન્કાર કરતા ઇસરી પોલીસ સહિત ડીવાયએસપી, એલસીબી અને એસઓજી પોલીસ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિવારજનો સાથે વાટાઘાટો કરી સમજાવતા ૧૨ કલાક પછી લાશ ઉઠાવવા દીધી હતી પોલીસે મૃતકની લાશને પેનલ પીએમ માટે મોકલી આપી ડોગ સ્કોડ મારફતે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઈસરી પોલીસે મૃતક યુવકના પિતા અમૃતભાઈની વાતના આધારે અકસ્માતે મોતની એડી દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












