Sunday, June 7, 2026
HomeGeneralપહેલા સદી કોણ ફટકારશે અદાણી કે ગુજરાત ગેસ, CNG અને PNGના ભાવમાં...

પહેલા સદી કોણ ફટકારશે અદાણી કે ગુજરાત ગેસ, CNG અને PNGના ભાવમાં ફરી વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો સ્થિર થયો છે ત્યારે હવે CNG અને PNG ગેસના ભાવમાં વધારો આવ્યો છે. સામાન્ય માણસને રોજિંદા વપરાશમાં આવતા ઈંધણના ભાવો સતત વધી રહ્યા છે, જેની સીધી અસર એક સામાન્ય માણસના જીવન ઉપર થાય છે. આજે ગુજરાત ગેસ જે સરકારી કંપની છે તેના દ્વારા CNGમાં 2.60 રૂપિયા અને PNGમાં 3.91 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.



થોડા દિવસો આગાઉ અદાણી ગેસ દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હવે ગુજરાત ગેસના ભાવમાં પણ વધારો થતાં હવે અદાણી અને ગુજરાત ગેસ બંનેના ભાવ સરખા થઈ ગયા છે. ગ્રાહકોને હવે ગુજરાત ગેસ દ્વારા CNG 82.16 રૂપિયા અને PNG 48.50 રૂપિયાની કિંમતે મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા માર્ચ 2022માં ગુજરાતમાં CNGનો ભાવ 73.09 રૂપિયા હતો જે છેલ્લા ત્રણ માહિનામાં 10 રૂપિયા જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે. આ જ ભાવ નવેમ્બર 2021માં 64.99 હતો જે વધીને હવે 82.16 થઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ વધારાનો ભાર સામાન્ય માણસોને જ ઉઠાવવો પડે છે. ઈંધણના ભાવ વધવાને કારણે વાહનવ્યવહાર મોંઘો થાય છે જેના કારણે એકંદરે દરેક વસ્તુમાં ભાવ વધારો આવે છે. સામાન્ય માણસને વ્બહનવ્યવહાર માટે ઈંધણની જરૂર પડે છે જેમાં ભાવ વધારો થવાને કારણે તેમના બજેટને મોટી અસર થાય છે. જો આમ જ ભાવ વધતાં રહેશે તો સામાન્ય માણસો માટે મોટી મુશ્કેલી ઊભી થશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular