Tuesday, August 25, 2026
HomeGeneralરાજકોટ: કાલાવડ રોડ પર અસામાજિક તત્વોનોના ત્રાસનો વીડિયો વાયરલ, કડક પોલીસ કાર્યવાહીની...

રાજકોટ: કાલાવડ રોડ પર અસામાજિક તત્વોનોના ત્રાસનો વીડિયો વાયરલ, કડક પોલીસ કાર્યવાહીની ઉઠી માગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ કેટલો વધી રહ્યો છે તે આ ઘટના પરથી સમજી શકાય તેમ છે. ગઈકાલે રાતના સમયે શહેરના પોશ કહવતા વિસ્તાર કાલાવડ રોડ પર ખુલ્લેઆમ હથિયારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેની CCTV ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કાલાવડ રોડ પર શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાન પર અસામાજિક તત્વોએ ઘમાસાણ કર્યુ હતું.



રાજકોટની જાણીતી શ્રીજી હોટલની નજીક આવેલી શ્રીજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાનના માલિકને અસામાજિક તત્વોએ ફટકાર્યા હતા. લાકડી અને છરી જેવા હથિયાર સાથે આવેલા બે વ્યક્તિઓએ દુકાન માલિકને છરીથી મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા લોકો પોલીસ કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યાં છે. કાલાવડ રોડ પર અવાર-નવાર અસમાજિક તત્વોના ત્રાસી ફરિયાદો આવી રહેતી હોવાની પણ લોકોમાં ચર્ચા છે, ત્યારે શહેરમાં ભયજનક હથિયારો સાથે ખૌફ ફેલાવવા માટે ફરતા આ અસામાજિક તત્વોને પોલીસ કાર્યવાહી કરી લોકોની મદદ કરે તેવી લોકોની માગ છે.

સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ આ અસામાજિક તત્વોના પાલનહાર પણ માથાભારે તત્વો જ હોય છે જેને કારણે લોકો ફરિયાદ કરે તો પણ દબાણ કરી સમાધાન કરાવી લેવામાં અવે છે અથવા તો મામલો પોલીસ પાસે પહોંચે તે પહેલા જ તેને દબાવી દેવામાં આવતો હોય છે. માટે આ પ્રકારે વાયરલ થતા વિડીયો પરથી પોલીસ ખુદ કડક કાર્યવાહી કરે તો જ આ ભયનું સામ્રાજ્ય ફેલાવતા વ્યક્તિઓને અટકાવી શકાય તેમ છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular