બ્રાઝિલની ૮૫ ટકા ખાંડનું હેજિંગ (જોખમ સામે સલામત ખરીદી) થઈ ગયું
ઊંચા ભાવ જોઈને જગતના ખેડૂતો શેરડીનું વાવેતર વધારશે જે આગામી વર્ષે ભાવને નીચે જવા મજબૂર કરશે.
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : Sugar News today: વર્તમાન વર્ષના પાછલા તબકકામાં સર્જાનાર અલ-નીનો હવામાન ફેરફારની ચિંતાઓ વચ્ચે શેરડીના પર વ્યાપાક અસર થવાથી જાગતિક બજારમાં ટૂંકાગાળા માટે પુરવઠા અછત સાર્જાવાનો ભય સ્થાપિત થયો છે. આથીજ વિશ્વના સૌથી મોટા સુગર (Sugar) ઉત્પાદક દેશ બ્રાઝિલની (Brazil) ૮૫ ટકા ખાંડનું હેજિંગ (જોખમ સામે સલામતી) થઈ ગયું છે, એ જોતાં હવે પછી વધુ ખાંડ બજારમાં આવે, તેવી શ્ક્યતા સામે જોખમ નિર્માણ થયું છે. બ્રાઝિલ સ્થિત સુગર ટ્રેડર સુકડેન માને છે કે સુગરના ભાવ ૩૦ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ની ઊંચાઈ પાર કરી જાય તો નવાઈ નહીં ગણાય.
ગત સપ્તાહે ન્યુયોર્ક ખાતે મળેલી વાર્ષિક સુગર ટ્રેડર કોન્ફરન્સમાં મોટા ભાગના વેપારી અને એનાલિસ્ટો એવો મત ધરાવતા હતા કે વર્તમાન ભાવ ઊંચા હોવા છ્તા, વધુ ઊંચે જઇ શકે છે. ભિન્નમતના ટ્રેડરોએ કહ્યું હતું કે ભાવ ૨૪ એપ્રિલે ૨૭.૪૧ સેંટ, ૧૨ વર્ષની ઊંચાઈએ પહોચી ગયા હોવાથી, પ્રત્યાઘાતી ઘટાડાના જોખમની ચેતવણી આપી હતી. જાન્યુયારીથી અત્યાર સુધીમાં ઇંટરર્કોન્ટિનેંટલ એકસચેંજ (આઈસીઇ)માં સુગર ભાવમાં ૩૭ ટકાનો ઉછાળો આવ્યો છે.
ગત સપ્તાહે આખરી તબક્કામાં ડોલર ઇંડેક્સ નબળો પાડવા સાથે મંદિવાળાઓનું શોર્ટ કવરીંગ આવતા સુગર જુલાઇ વાયદો સુધારીને શુક્રવારે ૨૬.૪૫ સેંટ મુકાયો હતો. આગામી બ્રાઝિલિયન શેરડી લણણી સિઝન અગાઉ ખેડૂતોએ હેજ વેચાણ કરી નાખતા, સુગરના ભાવ દબાણમાં આવી ગયા હતા. બ્રાઝિલિયન એજન્સી કોનાબએ ગત સપ્તાહે કહ્યું હતું કે બ્રાઝીલનું ઉત્પાદન ૨૦૨૩-૨૪માં ૪.૭ ટકા વધીને ૩૮૮ લાખ ટન થશે, જે ઈતિહાસમાં બીજા નંબરનું સૌથી વધુ હશે.
ભાવ વધવાનું બીજું કારણ છે ભારતમાં ધારણા કરતાં ઓછું ખાંડ ઉત્પાદન અને નિકાસ પર નિયન્ત્રણની લટકતી તલવાર. ઇંડિયન સુગર મિલ્સ એસોસિયેશનએ જાન્યુઆરીમાં ખાંડ ઉત્પાદન અંદાજ ૩૪૦ લાખ ટન મૂક્યો હતો, તે હવે ઘટાડીને ૩૨૮ લાખ ટન કર્યો છે. ભારત સરકારે ૨૦૨૨-૨૩ માટે સુગર નિકાસ ક્વોટા, વર્ષાનું વર્ષ ૪૬ ટકા ઘટાડીને ૬૦ લાખ ટન મુકરર કર્યો છે, જે ૨૦૨૧-૨૨માં ૧૧૨ લાખ ટન હતો. વધૂમાં ઇસમાએ કહ્યું હતું કે ભારતીય સુગર મિલો ૨૦૨૨-૨૩માં ૪.૫થી પાંચ લાખ ટન સુગર ઇથેનોલ તરફ વાળી દેશે.
ભારતમાં એક તરફ શેરડીનું ઉત્પાદન ૩.૫ ટકા ઘટ્યું છે, બીજી તરફ સુગર ઉત્પાદન ૩૪૦ લાખ ટનને બદલે ૩૨૮ લાખ ટન આવવાની આગાહિ કરવામાં આવી છે, આવી શક્યતા જોતાં વર્તમાન મોસમમાં ૧૧ ટકા ઓછી સુગર ઇથેનોલ તરફ વાળવાનું નિરધારતી કરવામાં આવ્યું છે. સુગરની અછ્ત સર્જાશે એવા અનુમાન પર છેલ્લા ૬ સપ્તાહથી જાગતીક બજારમાં ભાવ સતત વધતાં રહ્યા છે. ઈંટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન (આઈએસઓ)એ ગત સપ્તાહે કહ્યું હતું કે નવેમ્બરમાં અમારો અંદાજ હતો કે ૨૦૨૧-૨૨માં વૈશ્વિક ખાંડની ખાધ ૧૬.૭ લાખ ટન રહેશે, પણ હવે તે વધીને ૨૨.૫ લાખ ટન કરવામાં આવી છે.
આથી ૨૦૨૨-૨૩ની જાગતિક સુગર પુરાંત ૬૧.૯ લાખ ટનથી ઘટીને ૪૧.૫ લાખ ટન કરવામાં આવી છે. અલબત્ત, આઈએસઓએ આગાહી કરી છે કે ૨૦૨૨-૨૩માં ખાંડનું ઉત્પાદન વર્ષાનું વર્ષ ૪.૮ ટકા વધીને વિક્રમ ૧૮૦૪ લાખ ટન આવશે. યુરોપમાં પણ ઉત્પાદન ઘટવાના સમાચાર આવી રહ્યા છે, જે ભાવને ટેકારૂપ બની રહેશે. ૨૦૨૨-૨૩માં મેસિકો, ભારત, અને યુરોપીયન યુનિયનમાં પાક મુશ્કેલીમાં મુકાયો હોય, વૈશ્વિક સપ્લાય, માર્ચ અંદાજ ૨૫ લાખની પુરાંત સામે હવે ૧૧ લાખ ટન પુરાંત જ મૂકવામાં આવી રહી છે.
કોમોડિટી ટ્રેડર લુઈસ ડ્રેફ્યુસ કંપનીએ બ્રાઝિલના પોર્ટ પર જહાજી ભરાવને લીધે અને અલ-નીનો હવામાન સંભાવનાઓને કારણે ખાંડનું લોડીંગ ૩૦ દિવસ મોડુ કરી નાખ્યું છે. ડ્રેફ્યુસ સુગર પ્લેટફોર્મએ ન્યૂયોર્ક સુગર વીકમાં કહ્યું હતું કહે કે માલના નસીબ મોટા કરી અને વર્તમાન ઊંચા ભાવ જોઈને જગતના ખેડૂતો હવે શેરડીનું વાવેતર વધારશે, જે આગામી વર્ષે ભાવને નીચે જવા મજબૂર કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








