નવજીવન ન્યૂઝ. આણંદ: આણંદ પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપીંડી કરતાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, આજના ડિજિટલ યુગમાં છેતરપીંડી કરતાં વ્યક્તિઓ પણ ડિજિટલ બન્યા છે અને નવી નવી રીતે લોકો સાથે છેતરપીંડી કરતાં હોય છે. આણંદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા આ ત્રણ આરોપીઓ પણ આવી જ રીતે ઓનલાઈન શોપિંગ એપ દ્વારા લોકો સાથે છેતરપીંડી કરતાં હતા.
આણંદમાં છેલ્લા ઘણા સમયથી ઓનલિન શોપિંગ વેબસાઇટમાં ફ્રોડના ઘણા કિસ્સા બનતા હતા જેના કારણે આણંદ DySP બી.ડી.જાડેજા દ્વારા પોલીસને આવી શોપિંગ વેબસાઇટના ડેટા એનાલિસિસ કરવાનું કહેવામા આવ્યું હતું, જે અંતર્ગત ફ્લિપકાર્ટ શોપિંગ સાઇટમાં ખોટા આઇડી બનાવીને મોબાઈલ ફોન ખરીદીને વેચી દેટા અને લોકો સાથે છેતરપીંડી કરતાં ત્રણ આરોપીઓ નિલેષ લખવાણી, મહબૂબ વ્હોરા અને ઈમરાન વ્હોરાની ધરપકડ કરી છે તેમજ બે આરોપી હજુ ફરાર છે.
આરોપીઓ ફ્લિપકાર્ટ શોપિંગ સાઇટમાં અલગ અલગ ખોટા નામના આઇડી બનાવીને સાઇટમાંથી ઓનલાઈન EMI વાળા મોબાઈલ ખરીદીને બજારમાં વેચી દેતા હતા, પછી થોડા મહિના બાદ EMI ન ભરાતા ફ્લિપકાર્ટ દ્વારા આવા મોબાઈલ લોક કરી દેવામાં આવે છે. આમ લોક થયેલા ફોનને અનલોક કરવા માટે ગ્રાહકો પાસેથી પૈસા વસુલતા હતા. આ વાત આણંદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા પોલીસ ઈન્સ્પેકટર એલ.ડી.ગમારા અને તેમની ટિમ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











