Tuesday, August 25, 2026
HomeGeneralગુજરાત રાજસ્થાનના કન્હૈયાલાલ હત્યા મામલે એલર્ટ પરઃ HM સંઘવીએ DGP સહિતના અધિકારીઓની...

ગુજરાત રાજસ્થાનના કન્હૈયાલાલ હત્યા મામલે એલર્ટ પરઃ HM સંઘવીએ DGP સહિતના અધિકારીઓની બેઠક બોલાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના દરજીનું ગળુ કાપી હત્યા નીપજાવા મામલે રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ પથ્થરમારો અને આગચંપી પણ થઈ છે જેની અસર ગુજરાતમાં ન પડે અને તે માટેની અગમ તૈયારીઓ રુપે રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાનમાં હાલ કરફ્યૂ પણ લગાવી દેવાયો છે. આ મામલે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્શ સંઘવીના નિવાસ સ્થાને આજે ડીજીપી આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાતમાં પણ એલર્ટ રહેવાના નિર્દેશો અપાયા હતા.



રાજસ્થાનમાં બનેલા તંગદીલી ભર્યા વાતાવરણની અસર ગુજરાતમાં ન દેખાય તે માટે હર્ષ સંઘવીના નિવાસ સ્થાને આજે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના તમામ જિલ્લાના એસપી પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. જેમાં ડીજીપી પણ હતા. તેમણે રાજસ્થાનમાં બનેલી ઘટના અંગે ચર્ચા કરી હતી અને તેની કયા પ્રકારની અસરો ગુજરાતમાં જોવા મળી શકે તેની પણ ચર્ચાઓ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના એક દરજીએ નુપુર શર્માના નિવેદનને સમર્થન આપતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મુક્યા પછી નારાજ થયેલા શખ્સોએ તેમની દુકાન પર માપ આપવાના બહાને આવી તેમની હત્યા કરી દીધી હતી. જે પછી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં રાજસ્થાનમાં 144 કલમ લાગુ કરી દેવાઈ હતી, કરફ્યૂ લાદી દેવાયો હતો અહીં સુધી કે આ ઘટનાની તપાસ પણ એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ને સોંપી દેવાઈ છે.



આ ઘટનામાં ઉચ્ચ મુસ્લિમ સંસ્થાઓએ નિવેદનો આપ્યા અને આ ઘટનાને કાયદા તથા ધર્મ વિરુદ્ધની દર્શાવી હતી. આ મામલે એઆઈએમઆઈએમના નેતા અસુદદ્દીન ઓવૈસીએ કહ્યું કે દરેક હિંસાની ટિકા થવી જ જોઈએ. કટ્ટરપંથીઓને કાબુમાં રાખવા જરૂરી છે. તેમના સહિત ઘણા મુસ્લિમ આગેવાનોએ આ ઘટનાની નિંદા કરી છે અને હિંસાને બિલકુલ અયોગ્ય ઠેરવી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular