Monday, April 27, 2026
HomeGeneralરાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાણ કરતો ઈસમ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાણ કરતો ઈસમ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કરતો હતો. પકડાયેલો ઈસમ અગાઉ બે મર્ડરના કેસમાં સજા ભોગવી ચૂક્યો હતો.

અમદાવાદ શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતાં લોકો પર વોચ રાખીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.બારડ અને તેમની ટિમએ આ દિશામાં તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ડી.બી.બારડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર.ક્રિશ્ચિયનને માદક પદાર્થોનું વેચાણ કરતાં ઈસમની બાતમી મળી હતી. બાતમીન આધારે એન.એચ.એલ. મ્યુનિ. મેડિકલ કોલેજના મુખ્ય પ્રવેશ દ્વારથી પૂર્વ આવેલા વાહન પાર્કિંગની જગ્યાએ અબ્દુલવહિદ ઉર્ફે બમ્બૈયા મેફેડ્રોનના જથ્થા સાથે મળી આવ્યો હતો.



પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે આરોપી ગત 27એ સવારે અમદાવાદથી ટ્રાવેલ્સમાં બેસીને રાજસ્થાનના પ્રતાપગઢ ગયો હતો. ત્યાં એક પરિચિત વ્યક્તિનો સંપર્ક કરી 200 ગ્રામ એમ.ડી. ડ્રગ મેળવી અમદાવાદ છૂટક વેચાણ કરવા લાવ્યો હતો. જો કે આજે બાકી રહેલો 47.090 ગ્રામનો જથ્થો વેચાણ કરવા માટે નિકયો હતો તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

આરોપી બે માસ આગૌ પ્રથમ વખત રાજસ્થાન ગયો હતો અને 200 ગ્રામ ડ્રગ જેની કિંમત 2,
65,000 નો જથ્થો લાવીને અમદાવાદમાં વેચાણ કર્યો હતો. અને આજથી વિસ દિવસ અગાઉ પણ રાજસ્થાન જઈને એક કિલો ડ્રગનો જથ્થો લઈને અમદાવાદમાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 47.090 ગ્રામ મેફેડ્રોન કિંમત 4,80,900, મોબાઈલ ફોન, બે લાખ રોકડ, એક મોટર સાઇકલ સહિત કુલ મળીને 7,00,900નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અગાઉ 1999માં કાલુપર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગવી હતી અને 2009માં જેલમાંથી છૂટ્યો હતો. ત્યાર બાદ 2011માં મણિનગર પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં સાબરમતી જેલમાં સજા ભોગવી હતી અને 2014માં છૂટ્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular