Saturday, May 30, 2026
HomeGujaratઅમદાવાદ: તે વિદ્યાર્થિનીઓ મુકબધિર હતી, છતાં તેમનું નૃત્ય જોઈ અનેક રાજ્યના DIGથી...

અમદાવાદ: તે વિદ્યાર્થિનીઓ મુકબધિર હતી, છતાં તેમનું નૃત્ય જોઈ અનેક રાજ્યના DIGથી કોન્સ્ટેબલે જુઓ શું કર્યું Video

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ): BPR&D દ્વારા આયોજિત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટનો સોમવારે બીજો દિવસ હતો. આખા દિવસ દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તથા સાંજે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ પ્રદેશોની ટીમે નૃત્ય અને સંગીત દ્વારા ગુજરાતની ગાથા વર્ણવી હતી.

ભાવનગરના એક વિદ્યાર્થિનીઓના ગૃપે ગણેશ વંદના રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ગણેશ વંદના પૂરી થતાં જ ત્યાં હાજર રહેલા તમામ પોલીસ અધિકારી અને કર્મીઓ તેમ જ પોલીસ પરિવારજનોએ તાળીઓથી કલાકારોનું અભિવાદન કર્યું હતું.

- Advertisement -

તાળીઓના ગડગડાટ વચ્ચે ઉદ્ઘોશકે આવીને કહ્યું કે, આ દીકરીઓ ભાવનગરની કે.એલ. ઇન્સ્ટિટયૂટ ફોર ધ ડીફની વિદ્યાર્થિનીઓ છે. ત્યાં તેઓ ભણવાની સાથે સાંકૃતિક કળા અને સ્પોર્ટ્સ પણ શીખે છે. એ નૃત્ય બહુ સરસ કરે છે પણ એમનામાં ઈશ્વરે એક કમી રાખી છે, તે બોલી કે સાંભળી નથી શકતા. એમને જે શિક્ષક ડાન્સ શીખવાડે છે તે પણ સાંભળી કે બોલી નથી શકતા. અત્યાર સુધી તેમણે 145 સ્ટેજ પર્ફોર્મન્સ કર્યા છે. આપણી તાળીઓ પણ તે નથી સાંભળી શકતા. (વિડીયોની લિન્ક અંતમાં આપી છે.)

ઉદ્ઘોશકની વાત સાંભળીને દેશના 19 રાજ્યોમાંથી આવેલા DIG કક્ષાના અધિકારીથી લઈને કોન્સટેબલ સુધીના લોકો ઊભા થઈ ગયાં અને પોતાના ફોનની ટોર્ચ લાઈટ ઓન કરીને ફરી અભિવાદન કર્યું. તેમાં જ કેટલીક વાર સુધી સ્ટેડિયમમાં તાળીઓનો ગડગડાટ ગૂંજતો રહ્યો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular