Thursday, June 4, 2026
HomeGeneral‘મહેંગાઈ ડાયન ખાયે જાત હૈ’: ગુજરાતમાં રાંધણ ગેસના કનેક્શન, રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝીટમાં...

‘મહેંગાઈ ડાયન ખાયે જાત હૈ’: ગુજરાતમાં રાંધણ ગેસના કનેક્શન, રેગ્યુલેટર, સિક્યોરિટી ડિપોઝીટમાં થયો ભાવ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આમ જનતા મોંઘવારીના કારણે હેરાન થઈ રહી છે, ઘરવપરાશ અને રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. લોકો જમવાનું બનાવવા માટે જે રાંધણ ગેસનો ઉપયોગ કરે છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે રાંધણ ગેસમાં ભાવ વધારા બાદ હવે ગેસના નવા કનેક્શન માટે પણ લોકોને વધારે કિંમત ચૂકવવી પધસે તેમાં પણ હવે ભાવ વધારો આવી ગયો છે.



આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વધુ એક સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આજથી રાંધણ ગેસના નવા કનેક્શન માટેની કિંમતોમાં વહારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા જે કનેક્શન મેળવવા માટે ગ્રાહકોને 1450 રૂપિયા ચૂકવવા પડતાં હતા તેના માટે હવે ગ્રાહકોને 2200 રૂપિયા ચૂકવવા પડશે. આમ રાંધણ ગેસના નવા કનેક્શન માટે એક સાથે 750 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

રાંધણ ગેસ લોકોના ઘરે ઘરે પહોંચે તેના માટે સરકાર યોજના ચલાવે છે અને ત્યાર બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો આવે છે. હવે આ જ રાંધણ ગેસ કનેક્શન લેવા માટે રૂપિયા 750નો ભાવ વધારો પેટ્રોલિયમ કંપની દ્વારા થયો છે. ત્યારે નાગરિકોને પ્રતિ બોટલ કનેક્શન રૂપિયા 750 આપવા પડશે. માટે જો બે બોટલના કનેક્શન લેવા ઈચ્છતા ગ્રાહકોને રૂપિયા 1500 વધારે ચૂકવવાના રહેશે. રૂપિયા 2900થી સિક્યોરિટી ડિપોઝીટ વધારીને 4400 રૂપિયા થશે. આ ભાવ વધારો આવતીકાલ એટલે કે 16 જૂનના રોજથી જ લાગૂ પડવા જઈ રહ્યો છે.



ગેસ કનેક્શન બાદ ગેસ બોટલને ઉપયોગમાં લેવા વપરાતા રેગ્યુલેટર પણ મોંઘા થયા છે. અગાઉ 150 રૂપિયામાં મળતા રેગ્યુલેટર માટે રૂપિયા 250 ખર્ચ કરવા પડશે. તો બીજી તરફ નાની બોટલ ખરીદતા ગ્રાહકોને પણ સિક્યોરિટી ડીપોઝીટનો વધારો ચૂકવવા પડશે. ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવાયુ છે કે, 5 કિલોના બોટલની સિક્યોરિટી હવે 800 રૂપિયાની જગ્યાએ 1150 રૂપિયા કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની ઉજ્જવલા યોજના પણ આ નવા દર લાગુ પડતા અસરગ્રસ્ત થશે. તેમજ ગ્રાહકોને ગેસ બોટલની ખરીદી, કનેક્શન, રેગ્યલેટર, સિક્યોરિટી ડિપોઝીટ દરેકમાં મોંઘવારીનો અહેસાસ થશે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular