Thursday, June 4, 2026
HomeGeneralચોમાસા અગાઉ RMC દ્વારા SRPના જવાનોને ઈમરજન્સી રિસપોન્સની ટ્રેનીંગ અપાઈ

ચોમાસા અગાઉ RMC દ્વારા SRPના જવાનોને ઈમરજન્સી રિસપોન્સની ટ્રેનીંગ અપાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા SRPના અધિકારી અને જવાનોને સર્ચ અને રેસ્ક્યુની ટ્રેનીંગ આપવામાં આવી હતી . ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના મોરબી રોડ પાસે આવેલા ઈમરજન્સી રિસપોન્સ સેન્ટર ખાતે આ ટ્રેનીંગ આપવામાં આવી હતી. તાલીમમાં SRP ગ્રુપના અધિકારી અને કર્મચારી સહિત કુલ 63 લોકોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં પોલીસ ઈન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સપેક્ટર, એ.એસ.આઈ. અને કોન્સ્ટેબલને તાલીમ આપવામાં આવી હતી.




શહેરના વિસ્તારમાં પૂર, વાવાઝોડા, ભૂકંપ અને હોનારત દરમિયાન તાત્કાલીક કામગીરી માટે SRPને સ્ટેન્ડ બાય રાખવા માટે ટીમને સર્ચ અને ઈમરજન્સી રિસપોન્સની ટ્રેનીંગ આપવામાં આવી હતી. ગઈકાલે 14 જૂનને આપવામાં આવેલી ટ્રેનીંગ બાદ આગામી સમયમાં બે-ત્રણ દિવસની પણ તાલીમ પણ આપવામાં આવશે તેવું મહાનગરપાલિકાએ જણાવાયું છે.

SRP ગ્રુપના અધિકારી અને કર્મચારીઓને સર્ચ એન્ડ રેસ્ક્યુની તાલીમ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેરના માર્ગદર્શન હેઠળ સ્ટેશન ઓફિસર એચ. પી. ગઢવી. અને ફાયર મેન રમેશભાઇ જાળીયા, વિકાસ રાઠોડ, વિપુલ સોલંકી ઉપરાંત ડ્રાઇવર માનવ દુસરા સહિતના સ્ટાફ દ્વારા જીલ્લા તથા આસપાસના એરીયામા પુર, ભુકંપ, હોનારત, વાવાઝોડાના સમયે કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે કરવું, શું કરવું અને શું ન કરવું જોઇએ ? તે અંગેની તાલીમ આપવામાં આવેલી હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular