Monday, April 20, 2026
HomeGeneralઅરવલ્લી : અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ખીલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત...

અરવલ્લી : અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ખીલન પટેલનું મોડાસામાં ભવ્ય સ્વાગત રેલી

- Advertisement -

રાજકીય પક્ષોના અગ્રણીઓ, વેપારી સંગઠનો, સહકારી આગેવાનોએ ખીલન પટેલનું સ્વાગત કર્યું

ખીલન પટેલ અને પરિવારજનો ક્રિકેટ પ્રેમી જનતાના પ્રેમથી અભિભૂત

જય અમીન(અરવલ્લી.નવજીવન ન્યૂઝ) અરવલ્લી જીલ્લાના નહેરુ કંપાના ખીલન પટેલનું અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થતા જીલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ક્રિકેટ બોર્ડની પસંદગી ટીમે ઓલરાઉન્ડર ખીલન પટેલે પર મુકેલ વિશ્વાસને યર્થાથ સાબિત કર્યો હતો.

khilan patel rally
khilan patel rally

મોડાસાના યુવા ક્રિકેટ ખેલાડી ખીલન પટેલે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ત્રણ કેચ અને એક ખેલાડીને રન આઉટ કરી મેચનું પાસું પલટી નાખ્યું હતું. મૂળ મોડાસાના નેહરુ કંપાના ખેડૂત પુત્ર ખીલન પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરતાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં અને જિલ્લાને ગૌરવ અપાવતા મોડાસામાં તેનું સ્વાગત સન્માન સાથે સાથે વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અને શહેરના અગ્રણીઓ રાજકીય અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
khilan patel
khilan patel

ખીલન પટેલને ગુલદસ્તા અને ફુલહાર આપી ઉષ્માભરે સ્વાગત કર્યું હતું. મોડાસા શહેરના કિસાન સર્કલથી રેલીનું પ્રસ્થાન થયું હતું. શહેરના વિવિધ માર્ગો પર નીકળેલ રેલીમાં ખીલન પટેલ અને તેના પરિવારે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રેલીમાં દેશ ભક્તિના ગીત અને ભવ્ય આતશબાજીથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા ભવ્ય આવકાર રેલીનું ઉમિયા મંદિરે સમાપન થયું હતું.

Khilan patel
Khilan patel

મોડાસાના નહેરુ કંપાના અને હાલ મોડાસાના સોપાનમાં રહેતા ખીલન પટેલના પિતા અનિલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વ્યવસાય મૂળ ખેડૂત છે. ખીલન પટેલે પ્રથમ તબક્કાનો અભ્યાસ મોડાસાની સ્કૂલમાં કર્યો હતો અને ત્યારબાદ શહેરની મેઘરજ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેનું અરવલ્લીમાં અંડર 11 માં સિલેક્શન થયું હતું. ખીલન પટેલના પિતા પુત્રની ક્રિકેટ કારકિર્દી માટે અમદાવાદ સ્વીફ્ટ થઇ ગયા હતા શ્રેષ્ઠ ક્રિકેટ કોચ જોડે કોચિંગ અપાવ્યું હતું.

જો કે તેણે અંડર-16 માં એક વર્ષ સ્ટેટમાં રમ્યા બાદ તેની જીસીએમાં અંડર-19 માં પસંદગી થતાં તે છેલ્લા બે વર્ષ સ્ટેટમાં રમ્યો હતો. જ્યાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં તેની ભારતીય ટીમના ખેલાડી તરીકે અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પસંદગી થઈ હતી. ખીલનના પિતા અનિલભાઈ પટેલ અને માતા મનીષાબેન પટેલે જણાવ્યું હતું કે નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે ભારે લગાવ ધરાવતા પુત્રને તેમણે ક્રિકેટ ક્ષેત્રે ઊંચાઈ સર કરે તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular