નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News : ગુજરાતમાં હવે જો તમે ડોકટર બનાવા માગતા હશો તમારે ડબલ ફી ચુકવી પડશે. કારણ કે GMERS હસ્તકની મેડીકલ કોલેજોની ફીમાં (Medical Colleges fees 2023) તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં તબીબી ક્ષેત્રના અભ્યાસ (Gujarat Medical Education) માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાના કારણે હવે વિદ્યાર્થીઓ વિદેશમાં ઓછા ખર્ચમાં થતાં તબીબી અભ્યાસક્રમ તરફ વળ્યા છે.
શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજની ફીમાં તોતિંગ વધારો કરાયો છે. જેમાં સરકારી ક્વોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂપિયા 5.50 લાખ, તેમજ મેનેજમેન્ટ કોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂપિયા 17 લાખ અને NRI કવોટાની શૈક્ષણિક ફી વાર્ષિક 25,000 અમેરિકી ડોલર નક્કી કરવામાં આવી છે. અગાઉ GMERS હેઠળ આવતી કોલેજોમાં સરકારી ક્વોટામાં રૂપિયા 3.30 લાખ, મેનેજમેન્ટ કોટાની રૂપિયા 9.07 લાખ અને NRI ક્વોટાની 22,000 અમેરિકી ડોલર ફી હતી.
આમ શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં GMERS હેઠળ આવતી કોલેજોમાં 70થી 90 ટકા જેટલો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. GMERS દ્વારા નવી ફી બાબતનો પરીપત્ર તમામ મેડિકલ કોલેજના ડીનને મોકલી દેવામાં આવ્યો છે. આ પરીપત્રમાં જણાવામાં આવ્યું છે કે, NRIની ખાલી રહેતી બેઠકો માટે મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ કરવામાં આવતા મેનેજમેન્ટ ક્વોટાના વાર્ષિક ફીના ધોરણ મુજબ પ્રેવેશ આપવાનો રહેશે.
શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની GMERSની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક 5.50 લાખ રૂપિયા સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક 17 લાખ રૂપિયા સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી છે.
સરકારી ક્વોટાની બેઠક પર પ્રવેશ મેળવાનારા વિદ્યાર્થી પાસેથી તેઓ MBBSનો અભ્યાસ પૂર્ણ કરી તે પછી એક વર્ષ સુધી GMERSમાં સેવા આપવાની રહેશે અને જો આવી સેવા ન આપે તો પાસેથી રૂપિયા 2 લાખ વસુલ કરવાના રહેશે, તેમજ કોઈ તબીબી વિદ્યાર્થી સરકારની યોજનાઓનો લાભ મેળવે તો તેને સરકારના તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરના નિયમ મુજબ બોન્ડ લાગુ રહેશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








