Sunday, June 28, 2026
HomeGeneralગાંધીનગરના શખ્સનો મોડાસા બસ સ્ટેન્ડ નજીક આત્મહત્યાનો પ્રયાસ, ટાઉન પોલીસની સતર્કતાથી અટક્યો,...

ગાંધીનગરના શખ્સનો મોડાસા બસ સ્ટેન્ડ નજીક આત્મહત્યાનો પ્રયાસ, ટાઉન પોલીસની સતર્કતાથી અટક્યો, પરિવારજનોએ માન્યો આભાર 

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોડાસા: કોરોના સંક્રમણ પછી સમગ્ર દેશમાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગાંધીનગરના ચેખલારાણી ગામનો વ્યક્તિને કેટલાક શખ્સો વ્યાજની લેતી-દેતીની અંગે ફોન રેકોર્ડીંગ કરી માનસિક ત્રાસ આપતા ઘર છોડી ગઈકાલે નીકળી ગયેલા વ્યક્તિએ મોડાસા હંગામી બસ સ્ટેન્ડ નજીક આત્મહત્યાનો પ્રયાસ કરતા તાબડતોડ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને બચાવી લઈ સારવાર અર્થે દવાખાને ખસેડી પરિવારજનોનો સંપર્ક કરતા પરિવારજનો ગાંધીનગરથી દોડી આવ્યા હતા. પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. મોડાસા ટાઉન પોલીસની સતર્કતાથી એક વ્યક્તિનો જીવ બચતા શહેરીજનોએ સરાહના કરી હતી. 



- Advertisement -

ગાંધીનગર તાલુકાના ચેખલારાણી ગામનો સુરેશકુમાર ઉર્ફે રાજુ પ્રતાપજી ઠાકોરને કેટલાક શખ્સો વ્યાજની લેતેદેતીમાં તેના ફોન રેકોર્ડિંગ કરી માનસિક ત્રાસ આપી ટોર્ચર કરતા સુરેશ ઠાકોર ઘરેથી આત્મહત્યા કરવા નીકળી ગયો હતો. ગાંધીનગર થી શામળાજી થઇ મોડાસા બસ સ્ટેન્ડમાં પહોંચી આત્મહત્યા કરવાનો હોવાની માહિતી ગાંધીનગરથી તેના મિત્રએ DYSP ભરત બસીયાને આપતા આત્મહત્યા કરનાર યુવકનું લાઈવ લોકેશન કાઢતા બસ સ્ટેન્ડ આજુબાજુ હોવાની જાણ થતા ઇન્ચાર્જ ટાઉન પીઆઈ ફાલ્ગુની રાઠોડને જાણ કરતા તાબડતોડ ટાઉન પોલીસ બસ સ્ટેન્ડ પહોંચતા હંગામી બસ સ્ટેન્ડ નજીક આવેલા ગોડાઉન પાસે એક વ્યક્તિ ગળાના ભાગે વાયર વીંટાળી ટૂંપો દેવા જતો હોવાનું દ્રશ્ય જોઈ ચોકી ઉઠી હતી અને આત્મહત્યા કરનાર વ્યક્તિને અટકાવી સારવાર અર્થે સાર્વજનિક હોટલ ખસેડાયો હતો અને તેના પરિવારજનોને જાણ કરતા ગાંધીનગરથી પરિવારજનો દોડી આવ્યા હતા. ટાઉન પોલીસે આત્મહત્યા કરનાર યુવકનું કાઉન્સલીંગ કરી પરિવારજનોને સુપ્રત કર્યો હતો. 

ગાંધીનગરના ચેખલારાણી ગામના આત્મહત્યાનો પ્રયાસ કરનાર સુરેશ ઠાકરનો ટાઉન પોલીસની સતર્કતાથી જીવ બચી જતા તેના પરિવારજનોએ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular