Tuesday, September 8, 2026
HomeGujaratવિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું શક્તિપ્રદર્શનઃ ફોર્મ ભરતા પહેલા ફૂલ ફોર્મમાં

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું શક્તિપ્રદર્શનઃ ફોર્મ ભરતા પહેલા ફૂલ ફોર્મમાં

- Advertisement -

ફૈઝાન રંગરેજ (નવજીવન ન્યૂઝ.વિસાવદર): ગુજરાતમાં બે વિધાનસભામાં પેટા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે. રાજકીય માહોલ ગરમાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે અમે ઊભા છીએ જૂનાગઢના વિસાવદર વિધાનસભા બેઠક પર જ્યાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી તરફથી અહિયા ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે. જોકે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી શકી નથી. ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જેને આપ શંકરસિંહ વાઘેલાની પાર્ટી કહી શકો. તેમણે પણ પોતાના ઉમેદવારની ગઈકાલે જાહેર કરી દીધા છે. અહીં ચતુષ્કોણીયો જંગ માનવામાં આવી રહ્યો છે અને આજે મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા વિસાવદર બેઠક પરથી ચૂંટણી ફોર્મ ભરવા માટે જવાના છે.

તે પહેલાની તૈયારી રૂપે અહીંયા વિસાવદર ખાતેના મુખ્ય ચોક રાજકીય માહોલ જામવાની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્યત્વે બાબત એ છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભાગવંતમાન સાથે જ દિલ્હી વિધાનસભાના વિપક્ષ નેતા આતિસિ સિંગ સહિતના જે દિગ્ગજ દિલ્હીના નેતાઓ વિસાવદર ખાતે આવવાના છે. તે પહેલા અહીં સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જે રીતે પંજાબના મુખ્યમંત્રી આવવાના છે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના જે વીવીઆઈપી આવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને પણ ચાંપતો બંદોબસ્ત અને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોમ્બ સ્ક્વૉડ દ્વારા થોડીક જ વાર પહેલા અહીં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વિધાનસભાની બે બેઠકો કડી વિધાનસભા બેઠક અને વિસાવદર વિધાનસભા બેઠક ખૂબ ચર્ચામાં છે. અહીં રાજકારણમાં દિલ્હીથી નેતાઓના ધામાઓ જોવા મળશે.

- Advertisement -

પ્રચાર પ્રસાર થશે સભાઓ થશે અને રાજકીય જંગ જોવા મળશે બપોર પછી નેતાઓની અવરજવર વધશે. અહીંયાથી ગોપાલ ઈટાલિયા એક રોડ શૉ કર્યો જેમાં તેમણે શક્તિપ્રદર્શન બતાવ્યું છે. તેમની સાથે દિલ્હીના નેતાઓ સાથે સાથે ઈસુદાન ગઢવી, ધારાસભ્યિ ચૈતર વસાવા સહિતના સ્થાનીક દિગ્ગજ નેતાઓ પણ જોડાયા છે. તેઓ રોડ શૉ કરી કલેક્ટર કચેરીએ આજે 31 તારીખ ચૂંટણી ફોર્મ ભરવાના છે. આગામી 19 જૂનના રોજ વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે. 23 જૂનના રોજ મત ગણતરી હાથ ધરાવવાની છે. ખાસ કરીને વિસાવદર બેઠકની વાત કરીએ તો અહીંયા ખેડૂત મતદારોને નિર્ણાયક મતદારો માનવામાં આવે છે. અને જે તરફ ખેડૂતોનો ઝુકાવ હોય એ પાર્ટીના ધારાસભ્ય અહીં બનતા હોય છે.

આ વખતે ભારતીય જનતા પાર્ટી પાર્ટી પણ વિસાવદર બેઠક જીતવા માટે હવે એડી ચોટીના જોર લગાવતી હોય તેવો સિનારયો બની રહ્યો છે આમ આદમી પાર્ટી માટે પડકાર એ ઊભો થયો છે કે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વિસાવદર બેઠક ઉપર ગઠબંધન નથી. એટલે ચતુષ્કોણીય જંગ જામે છે તો કોને નુકસાન થાય છે તે જાણીતું છે. વિસાવદરની જનતાની વાત કરી તો અહીંના મિજાજમાં એવું છે કે જે સત્તા પક્ષ હોય તેનાથી વિરુદ્ધ મતદાન અત્યાર સુધી થતું આવ્યું છે પરંતુ આ વખતે વિસાવદરની જનતા શું ઈચ્છે છે શું સત્તા પક્ષનો સાથ આ વખતે આપવાની છે કે પછી ગોપાલ ઈટાલીયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેઓની આશા બનશે? તે ગેરંટી અપાવી રહ્યા છે કે તેઓ ક્યારેય પક્ષ નહીં છોડે, વિસાવદનની જનતા સાથે ક્યારેક દ્રોહ નહીં કરે. તે પ્રકારની વાત તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી જે અત્યારે સસ્પેન્સ તેમણે જાળવી રાખ્યો છે અત્યારે કોઈ સત્તાવાર ઉમેદવાર તેમણે જાહેર નથી કર્યા. તે તરફ કોંગ્રેસ તરફ વિસાવદાની જનતા વિકલ્પ તરીકે જોશે. તમામ બાબતો પર હાલ સસ્પેન્સ છે હાલ સવાલ છે પરંતુ આ જંગ છે ભલે બે વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી હોય પણ આ ગુજરાત આખું ચૂંટણીમાં રંગાયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કેમ કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ વિસાવદરમાં ધામા નાખશે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર પ્રસાર સભાઓ કરશે અને હવે આમ આદમી પાર્ટીનું ખાસ ફોકસ વિસાવદર ઉપર એટલા માટે રહ્યું છે, કેમ કે 2022 માં વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂતપૂર્વ નેતા ભૂપત ભાયાણી તેમને વિજયી બનાવ્યા હતા પરંતુ ભૂપત ભાયાણીએ પક્ષ પલટો કરી દીધો અને સત્તા પક્ષમાં અત્યારે જોડાયા છે. તે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે તેમણે રાજીનામું આપી દીધું હતું, ચૂંટણીનો ફરી એકવાર મોકો મળ્યો છે. વિસાવદરની જનતાને મતદાનનો મોકો મળ્યો છે ત્યારે ખૂબ જ મહત્વની વાતો આ માનવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular