Thursday, April 30, 2026
HomeGujaratગોંડલઃ બન્ની ગજેરા કેસમાં નામ ખુલતા નિખિલ દોંગા ફરાર

ગોંડલઃ બન્ની ગજેરા કેસમાં નામ ખુલતા નિખિલ દોંગા ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગોંડલઃ ગોંડલમાં રાજકારણ અને ગુંડાગીરી બંને એક સાથે જોરદાર મોટા થયા અને તેનું પરિણામ સામાન્ય જનતાને પણ જોરદાર ભોગવવાનું થયું છે. નેતાઓ-ગુંડાઓ અને એમના ચેલાઓ-ચમચાઓના ત્રાસે લોકોની સુખાકારી પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી ગઈ છે. ગોંડલમાં પાવરના સર્વોચ્ચ ટોચે બેસવા માટે થઈ રહેલા ખેલના ભાગોમાં હાલ નવો વળાંક આવ્યો છે. નિખિલ દોંગા મામલે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. બન્ની ગજેરાના કેસમાં હવે નિખિલ દોંગાનું પણ નામ સામે આવ્યું છે. નિખિલ હવે કાયદાકીય જોખમને જાણી જતા ફરાર થઈ ગયો છે. રાજકોટ પોલીસ દ્વારા હવે નિખિલના ફરાર થયા પછી કોર્ટમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

સોશ્યલ મીડિયા પર ગોંડલના નેતા અને સ્થિતિ અંગે બેફામ ટિપ્ણીઓ કર્યા મામલે બન્ની ગજેરા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પિયુષ રાદડિયાનું નામ આવ્યું, જે બન્નીને બેફામ થવા માટેની સ્ક્રીપ્ટ આપતો હતો, તે પછી દિનેશ પાતર વકીલની પણ ધરપકડ થઈ અને બંને જેલમાંથી મુક્ત થયા પણ બન્ની હજુ જેલમાં જ છે કારણ કે તેના પર હજુ બીજા ઘણા કેસ છે. આ કેસમાં બન્નીને આર્થિક સહાયમાં નિખિલ દોંગાની મદદગારી સામે આવી છે.આ બન્ની ગજેરાના કેસમાં નિખિલ દોંગાનું નામ સામે આવ્યું છે અને નામ સામે આવતા જ નિખિલ દોંગા ફરાર થઈ ગયો છે. જોકે હવે આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ કોર્ટમાં પહોંચી છે અને ગુજસીટોકના તેના કેસમાં તેણે શરત ભંગ કર્યાનો રિપોર્ટ કર્યો છે.

- Advertisement -

ગોંડલ વિશે અને ગોંડલના સ્થાનિક નેતાઓ વિશે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર બન્ની ગજેરા સામે એક બાદ એક 6 ગુના રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, અને ત્યાર બાદ તેની નૌનીતાલથી ધરપકડ કરવામાં આવી, જોકે આ કેસમાં પિયુષ રાદડિયાની ધરપકડ કરવામાં આવી અને વકીલ દિનેશ પાતરની પણ ધરપકડ થઈ. જોકે દિનેશ પાતર અને પિયુષ રાદડિયાના જામીન પર છૂટ્યા પણ હવે આ કેસમાં ટર્નીંગ પોઈન્ટ આવ્યો છે. ગુજસીટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ દોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યુબર બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે નોંધાયેલા છ કેસમાં તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ ખુલ્યું છે.

નિખિલ દોંગા, પિયુષ રાદડિયા મારફતે બન્ની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઇ રૂપિયા પહોંચાડતો હોવાનું તપાસમાં ખુલતા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે અને હાલ તમામ 6 કેસમાં નિખિલ દોંગા નાસતો ફરી રહ્યો છે. જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ નિખિલ દોંગાને પકડવા માટે ગઈ હતી, પરંતું તે મળી આવ્યો નથી, સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે, નિખિલ દોંગા, પિયુષ રાદડિયા મારફત બન્ની ગજેરાને રૂપિયા પહોંચાડતો હતો અને આર્થિક રીતે મદદરૂપ થતો હતો માટે પોલીસ દ્વારા હવે આ તમામ 6 કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં નિખિલ દોંગા ફરાર છે અને તેને ગુજસીટોક કેસમાં જામીન મળ્યા બાદ સુરતમાં હોવાનું જણાવતા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે મળી આવ્યો નથી અને હાલ તે ફરાર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બન્ની ગજેરા કેસમાં નિખિલ દોંગાની ધરપકડ અનિવાર્ય છે. એટલે પોલીસ હાલ તેને શોઘી રહી છે, નિખિલ દોંગાને ગુજસીટોકમાં જામીન મળ્યા ત્યારે કેટલીક શરતો મુકવામાં આવી હતી. તેમાંની એક શરત કે તે જ્યાં રહે તેનું સરનામું તેણે તપાસ કરનાર અમલદારને આપવાનું હતું પણ સુરતનું સરનામું આપ્યું ન હતું, એટલે નિખિલ દોંગાએ શરતનો ભંગ કર્યો છે તેનો રાજકોટ ગ્રામ્ય પોલીસે અદાલતને એક રિપોર્ટ કર્યો છે. અત્યારે નિખિલ દોંગા ફરાર છે જ્યારે પકડાશે ત્યારે 6 ગુનામાં ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ શરત ભંગ બદલ રિપોર્ટ કરવામાં આવશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular