Wednesday, February 18, 2026
HomeGeneralગોંડલ: ધરપકડ પછી દિનેશ પાતર અને પિયુષ રાદડીયાની તબિયત લથડી, પોલીસ-જયરાજસિંહ પર...

ગોંડલ: ધરપકડ પછી દિનેશ પાતર અને પિયુષ રાદડીયાની તબિયત લથડી, પોલીસ-જયરાજસિંહ પર ગંભીર આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગોંડલઃ ગોંડલના (Gondal) સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ જામીન મુક્ત થયેલા દિનેશ પાતરની તબિયત અચાનક લથડતા તેને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિનેશ પાતર પર બન્ની ગજેરા અને પિયુષ રાદડીયાની મદદગારીમાં હોવાનો આરોપ હતો. હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા તેમજ જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કરતા વાતે વધુ એક વળાંક લીધો છે.

દિનેશ પાતરે જણાવ્યું હતું કે, એક પછી એક ગુનાઓમાં તેને ખોટી રીતે ફીટ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ અંગે દિનેશ પાતરે દાવો કર્યો છે કે તે ફૂટેજ જિલ્લામાં પોલીસ વડા પાસે છે અને તેમાં જે વ્યક્તિઓ જોવા મળે છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશ છે છતાં તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે. વધુમાં, દિનેશે આક્ષેપ કર્યો કે બપોરે જામીન મળ્યા હોવા છતાં સાંજ સુધી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો.

- Advertisement -

આ ઘટનાની જાણ થતા મેઘવાળ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. સમગ્ર બનાવને લઈ પોલીસ તંત્ર અને લોકો વચ્ચે ઊંડો વિરોધભાવ જોવા મળ્યો છે.

આ દરમિયાન, પાટીદાર યુવક પિયુષ રાદડીયાની તબિયત પણ લથડી ગઈ હતી. સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં તબિયત લથડતા પહેલા તેને ગોંડલની સરકારી હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દિનેશ પાતર બાદ પિયુષ રાદડીયાને પણ હોસ્પિટલ ખસેડવામાં આવતા સમગ્ર મામલો ચકચારભર્યો બની ગયો છે. વારંવાર થતા પોલીસ વિરોધી આક્ષેપો હવે સંપૂર્ણ તપાસનો વિષય બની ગયા છે. સાથે જ ગોંડલના માહોલને લઈને લોકોમાં પણ અલગ જ મુદ્દો બનતો જાય છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular