Saturday, May 23, 2026
HomeGeneralગોધરા કાંડના દોષિત ફારૂકને સુપ્રિમે જામીન પર કર્યો મુક્ત, સળગતી ટ્રેન પર...

ગોધરા કાંડના દોષિત ફારૂકને સુપ્રિમે જામીન પર કર્યો મુક્ત, સળગતી ટ્રેન પર પથ્થરમારો ચલાવ્યો હતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગોધરા: ગુજરાતની સૌથી ચકચારી ઘટના ગોધરા કાંડ (Godhra Kand)ના દોષિત ફારૂકને સુપ્રિમ કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર થયેલી હિંસક ઘટનામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટના બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નિકળ્યા અને મોટા પાયે હિંસા થઈ હતી. જેમાં ગોધરાકાંડનો આરોપી ફારૂક 2004થી જેલમાં હતો જેના પર ટ્રેન પર પથ્થરમારો ચલાવવાનો ગુનો સાબિત થયો હતો.

ગોધરામાં ટ્રેન પર પથ્થરમારો અને હિંસક ઘટનાનો સજા પામેલો દોષિત ફારૂક સુપ્રિમ કોર્ટે જામીન પર મુક્ત કરતા 17 વર્ષ બાદ જેલ બહાર આવશે. ફારૂક પર આરોપ સાબિત થયો હતો કે, જ્યારે ગોધરામાં ટોળાએ ટ્રેનને આગ લગાવી હિંસક ઘટનાને અંજામ આપ્યો ત્યારે ફારૂકે કોઈ ટ્રેનની બહાર ન નીકળી શકે તે માટે ટ્રેન પર પથ્થર મારો ચલાવવામાં ભાગ ભજવ્યો હતો. ગુજરાત સરકારના ભારે વિરોધ બાદ પણ ફારૂકને સુપ્રિમ કોર્ટે જામીન પર મુક્ય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ(Supreme Court) નાતાલની રજાઓ બાદ જાન્યુઆરી મહિનામાં બાકીના 17 દોષિતોની અપીલ મામલે સુનવાણી હાથ ધરશે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002ની 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા સ્ટેશન ખાતે હિંસક ટોળાએ હુમલો કરી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં ટ્રેનમાં સવાર 59 જેટલા કારસેવકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં ફારૂક પર પથ્થરમારો કર્યાનો ગુનો સાબિત થયો હતો, જે મામલે ફારૂકને સુપ્રિમ કોર્ટે જામીન મુક્ત કર્યો છે. આ જામીન અરજીની સુનવણી સમયે ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ માત્ર પથ્થરમારાની વાત નથી આ જધન્ય અપરાધનો ગુનો છે. કારણ કે, પથ્થરમારો કરી સળગી રહેલી ટ્રેનમાંથી લોકને બહાર નિકળવા દેવાયા નહીં.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular