Thursday, June 25, 2026
HomeGujaratગોધરાઃ LCBએ ટેન્કરમાંથી પોશ ડોડાના કોથળે-કોથળા ઝડપ્યા

ગોધરાઃ LCBએ ટેન્કરમાંથી પોશ ડોડાના કોથળે-કોથળા ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગુજરાતઃ ગુજરાતમાં માત્ર દારૂબંધી જ નહીં પણ અન્ય નશીલા પદાર્થ પર પણ પ્રતિબંધ છે. તેમ છતાં અવાર-નવાર ડ્રગ્સ, ગેરકાયદે કફસિપર, નશાની દવાઓ, ચરસ, ગાંજો સહિત અનેક નશીલા પદાર્થની હેરાફેરી થતાં હોવાના અગાઉ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આજે પંચમહાલ LCB પોલીસની સતર્કતાના કારણે લાખો રૂપિયાનો નશીલા પદાર્થ પોલીસના હાથે ઝડપાય ચૂક્યો છે. પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર જે.એન. પરમારને માહિતી મળી હતી કે, દાહોદથી ગોધરા તરફ આવવાના રસ્તે વ્હાઈટ કલરનું કેબીનવાળા ટેન્કરમાં મોટી સંખ્યામાં નશીલા પદાર્થનો જથ્થો પસાર થવાનો છે. માહિતીના આધારે LCBના PI જે.એન.પરમાર અને SOGના PSI આર.આર.ગોહીલ તેમની ટીમ દ્વારા રસ્તા પર નાકાબંધી કરવામાં આવી હતી.

- Advertisement -

આ દરમિયાન બાતમી પ્રમાણે રાજસ્થાન પાસિંગનું ટેન્કર પસાર થતાં તેને રોકાવી ટેન્કરની તલાસી લેતા તેમાં પોશના ડોડા ભરેલા પ્લાસ્ટીકના કોથળાઓ મળી આવ્યા હતા. જેનું કુલ વજન 2028.400 કિલોગ્રામ છે. પોશ ડોડાની કિંમત 3 હજાર પ્રતિ કિલ્લો છે. તે મુજબ પોલીસે પકડેલા જથ્થાની કિંમત 60,85,200 જેટલી થાય છે. પોલીસે નશીલા પદાર્થને જપ્ત કરીને ટેન્કર ચાલક સવાઈરામ બિશ્રારમ જારીની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે. પોલીસે કુલ 71,35,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નશીલા પદાર્થનો જથ્થો આપનાર ગોરધનલાલ ડુગરારામ ડઉકીયા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને પોશ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular