નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતના અમદાવાદ શહેરને ચૂંટણી માટે ઘણું મહત્વનું ગણવામાં આવે છે કારણ કે અહીંની બેઠકોની સંખ્યા પણ ઘણી છે. આ ઉપરાંત હાલમાં દિવાળીનો પણ માહોલ છે. જોકે આ પહેલા જ અમદાવાદના પાંચ પીઆઈના બદલી કરવાના ઓર્ડર જાહેર કરાયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કરેલા ઓર્ડર પ્રમાણે લીવ રિઝર્લ કંટ્રોલમાં ફરજ બજાવતા બી પી ચૌધરીને ઓસઓજી, એન કે રબારીને ટ્રાફીક, એ વાય પટેલને સાયબર ક્રાઈમ, જી જે રાવતને એસઓજી, વી બી આલ અને બીએસ સુથારને ક્રાઈમ બ્રાન્ચ, યુ એચ વસાવાને એસઓજી તથા એસઓજીમાં ફરજ બજાવતા પી એમ ગામીતને એસસી/એસટી સેલમા નિમણૂંક આપવામાં આવી છે. આ અધિકારીઓને તાત્કાલીક અસરથી બદલીના નવા સ્થળ પર ફરજ પર આવવાના સંજય શ્રીવાસ્તવના ઓર્ડર છે.









