નવજીવન ન્યૂઝ. ગોધરા: ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની એક અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા પછીના રમખાણોના (2002 Gujarat Riots) કેસમાં બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યા કરવાના કેસમાં 22 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા છે. બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે, જેમાંથી આઠ કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ પામ્યા હતા.”
સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, “જિલ્લાના દેલોલ ગામમાં રમખાણો અને બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યા કરવાના કેસમાં પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે.”
ફરિયાદ પક્ષ અનુસાર, પીડિતોની 28 ફેબ્રુઆરી, 2002ના રોજ હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક ટોળાએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને આગ ચાંપ્યાના એક દિવસ પછી 27 ફેબ્રુઆરી, 2002ના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. બોગી સળગાવવાની ઘટનામાં 59 મુસાફરોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના ‘કાર સેવક’ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.
દેલોલ ગામમાં હિંસા બાદ હત્યા અને રમખાણો સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC) કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અન્ય એક પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટનાના લગભગ બે વર્ષ પછી નવો કેસ નોંધ્યો અને રમખાણોમાં કથિત સંડોવણી બદલ 22 લોકોની ધરપકડ કરી હતી.
સોલંકીએ જણાવ્યું હતું કે, “ફરિયાદી પક્ષ આરોપીઓ સામે પૂરતા પુરાવા એકત્ર કરવામાં અસમર્થ રહ્યા અને સાક્ષીઓ પણ ફરી ગયા હતા. આ ઉપરાંત પીડિતોના મૃતદેહ ક્યારેય મળ્યા નથી.”
પોલીસે નદી કિનારે નિર્જન સ્થળેથી હાડકાં કબજે કર્યા હતા, પરંતુ તે એટલા બળી ગયા હતા કે પીડિતોની ઓળખ થઈ શકી નથી. તેમણે કહ્યું “પુરાવાઓના અભાવને કારણે, કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, જેમાંથી આઠ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








