Sunday, May 3, 2026
HomeInternationalOPEC+ ના નિર્ણયથી વિશ્વને મોટી રાહત, 1.88 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન વધારશે

OPEC+ ના નિર્ણયથી વિશ્વને મોટી રાહત, 1.88 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન વધારશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ઈરાન-અમેરિકા યુદ્ધે વિશ્વભરમાં તેલ સંકટ (Global oil crisis due to Iran-US war) ઉભું કરી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવાતા પશ્ચિમ એશિયામાં ભારે તણાવનો માહોલ છે. ક્રૂડ નિકાસ કરતા દેશોના સમૂહ OPEC+ એ મોટો નિર્ણય લીધો છે. OPEC પ્લસે સૈદ્ધાંતિક રીતે જૂન મહિનામાં ક્રૂડ ઑઈલના ઉત્પાદનનું લક્ષ્ય વધારવા પર સંપૂર્ણ સહમતી (OPEC Plus to raise crude oil production target) દર્શાવી છે. આ નિર્ણય વિશ્વભરમાં ક્રૂડની કિંમતોને અંકુશમાં રાખવા માટે લેવામાં આવ્યો છે.

અનેક રિપોર્ટ્સ મુજબ OPEC પ્લસના સાત દેશોએ આવતા મહિને ક્રૂડ ઉત્પાદનનું લક્ષ્ય વધારવા પર સહમતી વ્યક્ત કરી છે. આ હેઠળ પ્રતિદિન આશરે 1.88 લાખ બેરલ ક્રૂડનું ઉત્પાદન વધારવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખૂલી જતું નથી, ત્યાં સુધી ઉત્પાદનમાં આ વધારો માત્ર નામનો જ ગણાશે. ભૌગોલિક અને રાજકીય સંકટ વચ્ચે, આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ક્રૂડ ઉત્પાદન વધારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

ગત સપ્તાહે UAEOPEC અને OPEC+ સમૂહમાંથી સંપૂર્ણપણે બહાર થવાની જાહેરાત કરી હતી. OPECની કુલ ક્રૂડ નિકાસમાં UAEનો હિસ્સો ઘણો મોટો હતો, જે લગભગ 15 ટકા હતો. UAEના ગયા પછી હવે OPEC પ્લસમાં ઈરાન સહિત કુલ 21 સભ્ય દેશો બાકી છે. હોર્મુઝની નાકાબંધીને કારણે ખુદ ઈરાનની પોતાની ક્રૂડ નિકાસમાં પણ ઘણો મોટો ઘટાડો આવ્યો છે. બીજી તરફ, કુવૈતની સ્થિતિ સૌથી ખરાબ છે કારણ કે એપ્રિલમાં કુવૈતે શૂન્ય (ઝીરો) બેરલ ક્રૂડની નિકાસ કરી છે. આંકડા મુજબ, માર્ચ મહિનામાં તમામ OPEC પ્લસ સભ્યોનું સરેરાશ ક્રૂડ ઉત્પાદન પ્રતિદિન 3.50 કરોડ (35.06 મિલિયન) બેરલ રહ્યું. આ આંકડો ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં ઘણો ઓછો રહ્યો છે. ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં ક્રૂડ ઉત્પાદનમાં પ્રતિદિન 77 લાખ (7.70 મિલિયન) બેરલનો મોટો ઘટાડો નોંધાયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular