Monday, June 29, 2026
HomeGeneralVideo: લગ્નમાં બીયરની રેલમછેલ, જોઈ તમને પણ લાગશે આ ગુજરાત છે કે...

Video: લગ્નમાં બીયરની રેલમછેલ, જોઈ તમને પણ લાગશે આ ગુજરાત છે કે ગોવા?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગિરસોમનાથ: ગુજરાત રાજ્યમાં 1961થી દારૂબંધી કરવામાં આવી છે તેમછતાં રાજ્યમાં રોજ-બરોજ લાખોનો દારૂ પીવાય છે અને વેચાય છે. લિકર ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતની હકીકત એકદમ અલગ છે. આ વાતને સાર્થક કરતો કિસ્સો ગિરસોમનાથમાં સામે આવ્યો છે. જ્યાં એક લગ્ન પ્રસંગ દરમિયાન દારૂની રેલમછેલમ થઈ હતી. જાણે આ ગુજરાત નહીં પણ ગોવા હોય તે રીતે ખુલ્લેઆમ જાહેરમાં બીયરનો છોળો ઉડાડી રહ્યા છે.



ગિરસોમનાથના ઉના ખાતે એક યોજાયેલા એક લગ્ન પ્રસંગનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો બીયરનો છોળો ઉડાડી રહ્યા છે. આવા દ્રશ્ય ફિલ્મ અથવા અન્ય રાજ્યોની ક્લબ પાર્ટીઓમાં જોવા મળતા હોય છે. યુવાનો નશામાં એટલા છૂટ થઈ ગયા હતા કે તેમણે દારૂ અને બીયરનો વરસાદ કરી દીધો હતો. જોકે તેના છાંટા સીધા પોલીસના ઉપર ઉડે છે કારણ કે જ્યાં ગુજરાતમાં દારુબંધી છે ત્યાં આવી ગોવા જેવી પાર્ટી થાય તેનો શ્રેય માત્ર બુટલેગરને જાય તે યોગ્ય નથી તેમાં પોલીસની મદદ પણ હોવાની સંપૂર્ણ શક્યતાઓ છે.

- Advertisement -

વાયરલ થયેલો વીડિયો ઉનાના કલાપણ ગામનો હોવાનું સામે આવ્યું છે. દારૂબંધીના જાહેરમાં ધજાગરા ઊડતો વીડિયો વાઇરલ થતા પોલીસ આબરૂ બચવાવ તપાસનો દોર શરૂ કર્યો હતો. વાઇરલ વીડિયો બાબતે બે શકમંદની અટકાયત કરી છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular