નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: સામાન્ય રીતે પોલીસનો અભિગમ લોકો સાથે જેવો હોય છે, તે જોતાં લોકો પોલીસ સ્ટેશન જતાં પણ ગભરતા હોય છે. પરંતુ પોલીસનો એક એવો પણ ચહેરો હોય છે જે લોકો સામે ખૂબ ઓછો આવે છે. ખરેખર તો પોલીસનું સાચું કામ લોકોની મદદ કરવાનું જ હોય છે, પરંતુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના કારણે જ પોલીસની છબી ખરડાય છે. આજે ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લામાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ખરેખર એક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ (Helping Hands) કરીને તેના ઘરે પરત મોકલ્યો હતો. પોલીસની આ કામગીરીની હાલ સૌ કોઈ સરાહના કરી રહ્યા છે.
પ્રાથમિક વિગતો અનુસાર, ગીર સોમનાથની ઉના નવા બંદર પોલીસ (Marine Police Station,Navabandar) પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે રાજપરા (સૈયદ) ગામની હદમાં એક યુવક રખડતો જોવા મળ્યો હતો. પોલીસને તેની પર શંકા જતાં પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરી હતી. આ યુવકની વાત સાંભળીને પોલીસની અંદરનો માણસ પણ જાગી ગયો હતો. આ યુવક મૂળ મહારાષ્ટ્રનો વતની છે, તેનું નામ નવીન બારગા છે અને મજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવવા માટે તે પોરબંદર આવ્યો હતો. પરંતુ 12 દિવસ સુધી કોઈ કામ ન મળતા તેની પાસે જે પૈસા હતા તે પણ પૂરા થઈ ગયા હતા, જેના કારણે તે આમતેમ રખડતો હતો અને જે કઈ મળે તે ખાઈને પોતાનું પેટ ભરતો હતો.
આ યુવકની વાત સાંભળીને ASI એચ. એસ. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ શૈલેષ બાબરિયા અને કોન્સટેબલ ભીખુસા જુણેજાએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કર્યો અને આ યુવકના ગામના સરપંચ સાથે વાત કરીને તેણે જણાવેલી વિગતો ચકાસીને તેની વાતની ખરાઈ કરી હતી. ખરાઈ થઈ ગયા બાદ પોલીસે આ યુવકને જમવાનું આપ્યું અને બાદમાં તેને ટિકિટના પૈસા આપીને બસ સ્ટેશન લઈ જઈને તેના ગામ તરફ જતી બસમાં બેસાડી દીધો હતો.
ગુજરાત પોલીસના આ જવાનોએ ખરા અર્થમાં પ્રજાના મિત્ર બની બીજા રાજ્યમાંથી રોજગાર માટે આવેલા હતાશ થઈ રખડતું જીવન જીવતા નવીન બારગાને પોતાના રાજ્ય મહારાષ્ટ પરત મોકલ્યો હતો. જેના કારણે નવાબંદર પોલીસની કામગીરી લોકો બિરદાવી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








