Saturday, June 3, 2023
HomeGujaratસૌરાષ્ટ્રના સૌથી વધુ ટ્રાફિકવાળા રૂટ પર રોજ 5 AC ઈલેક્ટ્રિક બસ દોડશે

સૌરાષ્ટ્રના સૌથી વધુ ટ્રાફિકવાળા રૂટ પર રોજ 5 AC ઈલેક્ટ્રિક બસ દોડશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ટેકનોલોજીના યુગમાં હવે તંત્ર પણ અપડેટ થતું જોવા મળી રહ્યું છે. જીએસઆરટીસી (GSRTC) સમય સાથે બસને આધુનિક કરીને લોકોની મુસાફરીને આરામદાયક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યામાં અગાઉ વિવિધ રૂટ પર એસી વોલ્વો બસ શરૂ કર્યા બાદ હવે રાજ્ય પરિવહન વિભાગ ઈલેક્ટ્રિક બસ (AC electric buses) તરફ આગળ વધી રહી છે. આ સુવિધા શહેરોની સાથે મધ્યમ પ્રકારના શહેરો અને ગામડાં તરફ આજથી શરૂ થવા જઈ રહી છે.

સૌરાષ્ટ્રના સૌથી વધુ ટ્રાફિકવાળા ગણાતા રૂટ પર સૌ પ્રથમવાર ઈલેક્ટ્રિક બસ દોડતી કરવામાં આવી છે. રાજકોટ ડેપોના જણાવ્યા અનુસાર રાજકોટ ડિવિઝનને કુલ 20 ઈલેક્ટ્રિક બસ ફાળવામાં આવી છે. જે પૈકીની 5 આવી જતાં આજથી રાજકોટ – મોરબી રૂટ પર પાંચેય બસ દોડાવામાં આવશે. આ રૂટ પર ઈલેક્ટ્રિક બસની કુલ 10 ટ્રીપ શરૂ કરવામાં આવી છે. આ બસમાં 90 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

હાલ રાજકોટમાં ઈલેક્ટ્રિક બસનું ચાર્જિંગ પોઈન્ટ એક જ હોવાના કારણે ઈલેક્ટ્રિક બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં જૂનાગઢ અને જામનગરમાં ચાર્જિંગ પોઈન્ટ શરૂ કરીને ટ્રીપની સંખ્યા વધારવામાં આવશે. ઈલેક્ટ્રિક બસ એકવાર ચાર્જ કર્યા બાદ 180 કિ.મી ચાલે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ-મોરબી રૂટ પર સામાન્ય બસના ભાડા લેવાય છે. તેના કરતાં બમણું ભાડુ 90 રૂપિયા ઈલેક્ટ્રિક બસમાં વસુલવામાં આવશે. જેથી અપડાઉન કરતાં લોકોના ખિસ્સામાં અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular