Friday, April 17, 2026
HomeGujaratGandhinagarગાંધીનગર: માણસામાં મેડિકલ સ્ટોરમાં કફ સિરપનાં નામે કોડેઇન ડ્રગ્સનું વેચાણ કરતો વ્યક્તિ...

ગાંધીનગર: માણસામાં મેડિકલ સ્ટોરમાં કફ સિરપનાં નામે કોડેઇન ડ્રગ્સનું વેચાણ કરતો વ્યક્તિ ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં ધણા સમયથી નશાના કારોબારનો વ્યાપ વઘી રહ્યો છે. યુવાનો નશાના આદી બની પોતાના અને પરીવારના જીવન તબાહ કરી રહ્યા છે. હવે થોડા સમયથી નશાકારક સિરપના યુવાનો બંધાણી બની રહ્યા છે. રાજકોટમાં પણ આવી સીરપનું ગોડાઉન પકડાયું હતું. જેની સરકારે ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હવે ગુજરાતના પાટનગરમાં માણસાના લોદરામાંથી મેડીકલ સ્ટોરમાં પ્રતિબંધિત નશાકારક સિરપનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રૂપિયા 2 લાખ 47 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની કફ સિરપની 1 હજાર 274 બોટલના 12 બોક્સ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મળતી વિગતો અનુસાર, ગાંધીનગર SOGના એલ. એસ. મસાણીને બાતમી મળી હતી કે, માણસા તાલુકાના લોદરા ગામમાં આવેલ શીરપુરામાં રહેતા અશ્વિન ઠક્કર લોદરા ગામના બસ સ્ટેશનની સામે મારૂતી મેડીકલ સ્ટોર & જનરલ સ્ટોર નામની દવાની દુકાનમાં તેમજ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો રાખી નશાનો કારોબાર કરે છે. જેનાં પગલે SOGએ મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. જ્યાં અશ્વિન ગોકલાણી (ઠક્કર) હાજર મળી આવ્યો હતો. બાદમાં SOGએ મેડિકલ સ્ટોરની તલાશી લેતાં લાકડાના કાઉન્ટર નીચેથી Triprolidine નામની કફ સિરપની 99 બોટલો મળી આવી હતી. જ્યારે ધરની તલાશી લેતાં અલગ-અલગ બ્રાન્ડની 12 બોક્સ ભરીને કફ સિરપની મળી હતી. જે પ્રાથમિક દ્રષ્ટિએ જ કોડેઇન ડ્રગ્સ હોવાનું જણાતું હતું. તેથી આરોપી અશ્વિનની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આ માલ મેડિકલ સ્ટોરના માલિક અને ફાર્માસીસ્ટ તરીકે પટેલ ઉમાકાન્તનો હોવાનું કબૂલાત કરી પોતે નોકરી કરતો હોવાનો ખુલાસો કર્યો હતો.

- Advertisement -

પોલીસે રૂપિયા 2 લાખ 47 હજારની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની કફ સિરપની 1 હજાર 274 બોટલો મળી 12 બોક્સ જપ્ત કરી હતી અને નશાકારક સિરપને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે પૃથક્કરણ કરાવતા તેમાં કોડીન ફોસ્ફેટ નામનું નશાકારક દ્રવ્ય હોવાનું બહાર આવ્યું હતું. તેથી SOGએ NDPS એક્ટની કલમ 8(સી) અને 21(સી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular