પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ગાંધીનગર) : ખાખી કપડાં સતત દોડતી, તનાવગ્રસ્ત પોલીસ દ્વારા ભુલ થવાનો પુરો અવકાશ છે, પણ તે જ પોલીસ અધિકારી કોઈનો પુત્ર, કોઈનો પિતા, કોઈનો ભાઈ, કોઈની માતા અને પુત્રી અને પત્ની છે, જેવી સંવેદનામાંથી એક સામાન્ય માણસ પસાર થાય તેવી સ્થિતિમાંથી પોલીસ પણ પસાર થાય છે, પણ તેમની બરછટ જવાબદારીઓ વચ્ચે તેમની રૂઝુતાનો અહેસાસ બહુ ઓછા લોકોને થાય છે, ગાંધીનગરના ડીસ્ટ્રીકટ પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે મયુર ચાવડાએ SP Mayur Chavda ચાર વર્ષ કામ કર્યા પછી તેમની બદલી ગુપ્તચર વિભાગમાં થતાં તેમના સ્ટાફ દ્વારા એક વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે બોલતા તેમણે કહ્યુ આપણી પોલીસની જીંદગીમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પણ બહુ ઓછી ઘટનાઓ આપણા જીવન ઉપર છાપ છોડી જતી હોય છે, આપણા પોલીસ હેડકાવર્ટરમાં રહેલી પેલી બાળકીને કોઈ તકલીફ પડે નહીં તેનું તમે ધ્યાન રાખજો અને તમે તેના ઉછેરમાં કોઈ કચાશ રાખશો નહીં તેનું મને વચન આપજો.
સામાન્ય રીતે કોઈ ગુનો બને ત્યારે માધ્યમોમાં તેના સમાચાર બને છે, માધ્યમોમાં કામ કરતા પત્રકાર પણ એક પછી એક સમાચારો કરતા આગળ નિકળી જાય છે અને પાછળની ઘટના ભુલતો જાય છે આવુ કઈક પોલીસનું પણ હોય છે રોજ નવા કેસ સાથે નવી સવાર થાય છે, પણ ગાંધીનગર પોલીસ તે ઘટનાને કયારે ભુલી શકી નહીં, એક પાગલ માણસે એક પછી ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યુ જેમાં એક બાળકીનું મોત પણ નિપજયુ પરંતુ સાંતેજમાં રહેતી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયા પછી જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસ દશ્ર્ય જોઈ કંપી ગઈ હતી કારણે કુમળી બાળકી સાથે જે કઈ બન્યુ તેના કારણે તેનો યોની અને ગુદા માર્ગ ફાટી ગયો હતો.
ગાંધીનગર પોલીસ તેને તુરંત ગાંધીનગર સિવિસ હોસ્પિટલ લઈ ગઈ હતી જયારે નાના બાળકી ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી, ડૉકટરના મતે બાળકીની ઉમંર અને તેની ઈજાને ધ્યાનમાં લેતા તેનું બચવુ મુશ્કેલ હતું, આ બાબતની જાણ આઈજીપી અભય ચુડાસમા અને એસપી મયુર ચાવડાને થતાં તેમને પ્રણ લીધો કોઈ કોઈ પણ કિમંતે આ બાળકીને બચાવવી પડશે, ગાંધીનગર હોસ્પિટલમાં પોલીસ બાળકીની એપોલો હોસ્પિટલ લઈ ગઈ ઝુંપડામાં રહેતા અને મજુરી કામ કરતા બાળકીના માતા પિતાની હેસીયત ન્હોતી, કે બાળકીને સારવાર કરાવી શકે, એપોલ હોસ્પિટલમાં પણ બાળકી ઉપર અલગ અલગ તબ્બકે બે શસ્ત્રક્રિયા થઈ, બાળકીના આંતરડા બહાર નિકળી ગયા હતા, ગાંધીનગરની મહિલા પોલીસ સબઈન્સપેકટર આરતી એલુલકર અને તેમની સાથે મહિલા પોલીસ બાળકીને માતા હોય તે પ્રકારની સંભાળ અને ચીંતા કરી રહ્યા હતા.
ગાંધીનગર પોલીસનું કામ જોઈ એપોલો હોસ્પિટલે પણ મદદની તૈયારી બતાડી અને બાળકીની તમામ ખર્ચ જતો કર્યો, પણ હવે સમસ્યા એવી હતી કે બાળકીને સામાન્ય થતાં વર્ષો નિકળી જાય તેમ છે, તેના મુત્ર અને ગુદા માર્ગે બેગ ફીટ કરવામાં આવી હતી, આ બેગ બદલવાની પ્રક્રિયા જટીલ હોય છે, બાળકીના માતા પિતા અભણ છે, બીજી બાબત એવી હતી ડૉકટરના મતે બાળકીને સાફ સુધરી જગ્યામાં રાખવી કારણ જરા પણ ઈન્ફેકશન લાગે તો બાળકીનો જીવ જઈ શકે તેમ છે, જયારે બાળકીનું ઘર તો ઝુંપડામાં છે પીએસઆઈ આરતી અને તેમના સ્ટાફે એપોલો હોસ્પિટલ પાસે બેગ બદલવાની તાલીમ લીધી, એસપી મયુર ચાવડાએ નિર્ણય કર્યો ગાંધીનગર પોલીસ પાસે રહેલા એક કવાર્ટરમાં આ પરિવારને એક મકાન ફાળવી દેવામાં આવે જેથી કરી બાળકીને ઈન્ફેકશનથી બચાવી શકાય.
ગાંધીનગર પોલીસ બાળકીની એપોલો હોસ્પિટલથી સીધી ગાંધીનગર હેડકવાર્ટર લઈ આવી અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી, બાળકીના પિતા મજુરી કામ કરે છે, બાળકીના પિતાને એસપી ઓફિસમાં જ ગાર્ડનમાં નોકરી આપી દેવામાં આવી, જયારે તેની માતા બાળકીની સંભાળ રાખે અને પિતા એસપી ઓફિસમાં જ મજુરી કરે જેથી તેમનો ગુજારો ચાલે, છેલ્લાં કેટલાય મહિનાઓથી બાળકી ગાંધીનગર પોલીસ પાસે છે, આ પોલીસનો વિષય નથી, પણ પોલીસમાં રહેલો માણસ તેમને બાળકીની ચીંતા કરવાની ફરજ પાડી રહ્યો છે, ગાંધીનગરની મહિલા પીએસઆઈ આરતી અને તેમની સાથી મહિલા કોન્સટેબલ રોજ બાળકીની સંભાળ રાખવાની જવાબદારી સંભાળે છે.
એસપી મયુર ચાવડાએ પોતાનો ચાર્જ છોડતા પહેલા પોતાના સ્ટાફને ખાસ વિનંતી કરી હતી કે મને વચન આપો આ બાળકીને કોઈ તકલીફ પડે નહીં તેનું તમે ધ્યાન રાખશો, આ બાળકી આપણી જવાબદારી છે તેનો ઉછેર સારી રીતે થાય તેની કાળજી રાખજો આ અંગે મયુર ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે બહુ ઓછી ઘટના પોલીસ અધિકારી તરીકે યાદ રહે છે, પરંતુ નરાધમો બાળકીની જીંદગી એટલી પીડા દાયક બનાવી હતી જે બાબત હું ભુલી શકતો નથી, આ બાળકીનો બધો ખર્ચ ગાંધીનગર પોલીસ ઉપાડે છે જરૂર પડે ત્યારે કેટલાંક દાતાઓ પણ અમારી મદદે આવે છે જુઓ મયુર ચાવડાની વિદાય વખતનો વિડીયો
ગાંધીનગરના SP મયુર ચાવડાએ પોતાના વિદાય સમારંભમાં પોતાના સ્ટાફ પાસે એક વચન માગી કહ્યું તે આપણી જવાબદારી છે તેનું ધ્યાન રાખજો જુઓ VIDEO pic.twitter.com/y3rL99JaOV
— Navajivan News (@NavajivanNews) April 12, 2022
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.