નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરમાં આજે સવારે બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલવાનને અકસ્માત નડ્યો હતો. સ્કૂલવાન અને એક સ્વીફ્ટ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બાળકો સાથેની વાનનો અકસ્માત થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે રાહદારીઓ દોડી આવતા એક ચોંકાવનારી બાબત જાણવા મળી હતી. સ્કૂલવાનને ટક્કર મારનારી સ્વીફ્ટ કારની ડેકી અને પાછળની સીટમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
ગાંધીનગરમાં ચ રોડ સવારના સમયે પસાર થઈ રહેલી સ્કૂલવાન અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો હતો. બે કાર વચ્ચેની ટક્કર એટલી જબરજસ્ત હતી કે જેના અવાજથી ત્યાંથી પસાર થઈ રહેલા લોકો સ્કૂલવાન પાસે દોડી આવ્યા હતા. આ ઘટનામાં બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.
જ્યારે સ્કૂલવાનને ટક્કર મારનારી કારની તલાશી લોકોએ લીધી હતી ત્યારે તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અકસ્માત થતા દારૂ ભરેલી કાર ચલાક ફરાર થઈ ગયો હતો.
સમગ્ર બનાવ અંગે પોલીસને જાણકારી આપવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલિસે આ મામલે કાર અંગેની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં આંચારસહિતા અમલમાં છે પોલીસની સાથે ચૂંટણી પંચની ટીમ પણ મતદારોમાં દારૂની લહાણી ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. ત્યારે રાજ્યના પાટનગરમાંથી ધોળા દિવસે કારમાંથી દારૂ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
આ દારૂનો ઉપયોગ ચૂંટણીના જંગ માટે થવાનો હતો? દારૂ રાજ્યમાં ક્યાંથી ઘૂસ્યો અને કોને આપવાનો હતો? આવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








