નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Election 2022)ની ચૂંટણીમાં ભાજપે અનેક નેતાઓની બાદબાકી કરી છે. તેવામાં નારાજ નેતાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને ભાજપને ચેલેન્જ આપી છે. ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી કરનારા અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા વડોદરાની વાધોડિયા બેઠકના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ વિવાદિત નિવેદનના કારણે કાયમ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તેમણે ફરીવાર વિરોધી પર પ્રહાર કરવામાં બફાટ કરી નાખ્યો છે.
વડોદરામાં જરોદ ખાતે એક ઉદ્ઘાટન દરમિયાન વાધોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવએ મુછ પર તાવ આપીને ધમકીના અંદાજમાં જણાવ્યું હતું કે, તમામ મુસીબતોમાં હું તમારી સાથે રહ્યો છું, અડધી રાત્રે મધુશ્રીવાસ્તવ (Madhu Shrivastav) કામમાં આવશે, બીજુ કોઈ કામમાં નહીં આવે, 5 તારીખે 7 નંબરનું બટન દબાવીને મને વિજય બનાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે. જાહેર સભામાં વિવાદિત નિવેદન આપતા ફરી એકવાર વિવાદનો મધપુડો છંછેડાયો છે.
વધુમાં તેમણે કહ્યું કે, તમે મને ટીવીમાં અને રૂબરૂ જોયો છે, ઘરે આવીને પણ જોયો છે, પરંતુ આ 6 ઉમેદવારોમાં ભાગ્યે જ કોઈકનું ઘર જોયું હશે, તેમણે મદિરા પિવડાવવાના ધંધા કર્યા છે, બીજુ કંઈ કર્યું નથી, તેમને સબક શિખવાજો કે લોકોના કામ કરો, વિકાસના કામ કરો, રોજી રોટી મળે તેવા કામ કરો. 25 વર્ષમાં વાઘોડિયા વિસ્તારમાં કોઈની પાસેથી મેં ચૂંટણી ફંડ માગ્યુ નથી કે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. 2002માં આખુ ગુજરાત ભડકે બળ્યું પણ મારા વાઘોડિયાને બળવા નથી દીધું. હું 1995નો એ જ બાહુબલી છું, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ કોઈ પકડશે તો હું આજે પણ એ જ છું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








