Thursday, August 27, 2026
HomeGeneralગાંધીનગર: સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશને ત્યાં CBIના દરોડા

ગાંધીનગર: સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશને ત્યાં CBIના દરોડા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાત કેડરના IAS ઓફિસરના ઘરે અને ઓફિસ પર CBIની ટિમ ત્રાટકી હોવાની માહિતી સામે આવી રહી છે. ગઇકાલ રાતથી જ ગાંધીનગરમાં CBIએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હી CBIમાં IAS કે. રાજેશ વિરુદ્ધ FIR થયા ગુજરાતમાં CBIની ટિમ દરોડા પાડી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.



માહિતી અનુસાર, રાજ્યના સામાન્ય વહીવટમાં ફરજ બજાવતા અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રહી ચૂકેલા કે. રાજેશના ઘરે કેન્દ્રીય એજન્સીએ એક જૂના કેસ સંબંધે દરોડા પાડ્યા છે. આ ઓપરેશન અધિકારીના ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને આંધ્રપ્રદેશના નિવાસ સ્થાને દરોડા પડ્યા હોવાની ચર્ચા છે. IAS અધિકારીના ઘરે દરોડા પડતાં અન્ય IAS અને IPS ઓફિસરોના પણ શ્વાસ અધર થઈ ગયા છે.

સૂત્રો અનુસાર, આ અધિકારી વિરુદ્ધ બંદૂક લાઈસન્સમાં ગેરરીતિ અને જમીનના શંકાસ્પદ સોદામાં હાથ હોવાના આરોપ મુદ્દે દિલ્હી CBIમાં FIR દાખલ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે હાલ CBIના દિલ્હી યુનિટની એન્ટી કરપ્શન વિંગની એક ટીમ ગુરૂવારે સવારે ગાંધીનગર આવી પહોંચી હતી. ઉપરાંત CBIની ટીમને આંધ્રપ્રદેશમાં અધિકારીના વતન મોકલવામાં આવી છે.

- Advertisement -

સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ દરમિયાન આ અધિકારી ખૂબ ચર્ચિત રહ્યા હતા. ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી. જેથી ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી. ઉપરાંત ગૃહ વિભાગ હેઠળ આવતા ACB દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસની તપાસ એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા પહેલેથી જ કરવામાં આવી રહી છે. CBIના સર્ચ ઓપરેશન આજે સત્તાવાર નિવેદન આવે તેવી શક્યતા છે.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular