Friday, August 28, 2026
HomeGeneralકોમોડિટીના ભાવ વધતા આખી દુનિયામાં ભૂખમરીનું પ્રમાણ વધી રહ્યું છે

કોમોડિટીના ભાવ વધતા આખી દુનિયામાં ભૂખમરીનું પ્રમાણ વધી રહ્યું છે

- Advertisement -

ઘઉ, મકાઇ, સોયાબીન, ખાંડ, ખાધ્યતેલ જેવી અસંખ્ય ખાધ્યચીજોના ભાવમાં નવા નવા વિક્રમ
અમેરિકન ડોલરની મજબૂતીએ સોના ચાંદીને નીચે જવાની ફરજ પાડી

ઇબ્રાહિમ પટેલ નવજીવન ન્યૂઝ. મુંબઈ: તમે વપરાશકાર હોવ કે રોકાણકાર, છેલ્લા કેટલાંક મહિનાથી બધાના ખીસામાં ફાંકા પડી ગયા છે. કોમોડિટીના ભાવ વધી રહ્યા છે અને શેરબજારો ઘટી રહ્યા છે. સતત ભાવ વધારાને લીધે જાગતિક ખોરાક સલામતી ભયમાં મુકાઇ છે, તેની સામે નવો એક્શન પ્લાન ઘડી કાઢવાનો સમય આવ્યો છે, એ વાત પર ભાર મૂકીને, યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટેનીયો ગુટ્ટેરસએ કહ્યું કે આખી દુનિયામાં ભૂખમરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઊંચા કોમોડિટી ભાવ, એક તરફ જાગતિક વિકાસ અવરોધે છે,



બીજી તરફ ફુગાવાનું દબાણ સર્જે છે. સૌથી વધુ ખરાબ અસર અનાજ અને ઊર્જા કોમોડિટીમાં થઈ છે. પણ આની સીધી અસર અન્ય કોમોડીટીના ભાવ અને ફુગાવા પર પાડવાની શક્યતા છે. અલબત્ત, ઊર્જા અછતના વર્તમાન આંચકા ૧૯૭૦ના દાયકા કરતાં હળવા જરૂર છે, પણ તેની અસર ઔધ્યોગિક કોમોડિટી, અનાજ અને ઊર્જા વગેરેમાં વ્યાપક પ્રમાણ દાખવે છે.

- Advertisement -

કોમોડિટી કોમ્પ્લેકસ પર મજબૂત અમેરિકન ડોલરે ભાવો પર વ્યાપક અસર સ્થાપિત કરી છે. વ્યાજદર વધારવાની ફેશન પણ વર્તમાન વૈશ્વિક ફુગાવામાં ઇંધણનું કામ કરે છે, જે ડોલરને પણ મજબૂતી બક્ષે છે. અમેરિકન ડોલરને સલામત મૂડી રોકાણના સ્વર્ગ તરીકેનું સ્ટેટસ પ્રાપ્ત થવાથી ભારત, યુરોપ, ચીન જેવા દેશોને પણ અમેરિકન ફેડરલ રિઝર્વની ચાલે ચાલવાની ફરજ પડી છે. આ બધા દેશો અને જગતમાં મંદીના જોખમનો ભય પેદા થવા સાથે અમેરિકન ડોલરનું ઇજારાશાહી મહત્વ ફરીથી સ્થાપિત થવા લાગ્યું છે.
યુક્રેન યુદ્ધ, અસમાન હવામાન, ઊર્જા અને ખાતર જેવા કાચામાલોના ભાવ આસમાને, જહાજોનું વહન ધીમું પડવું, કામદારોની અછત જેવા અસંખ્ય કારણોએ ઘઉ, મકાઇ, સોયાબીન, ખાંડ જેવી અસંખ્ય ખાધ્યચીજોના ભાવ નવા નવા વિક્રમ સર્જી રહ્યા છે. અનાજોની અછત સાથે જ યુક્રેન કટોકટીએ ખાધ્યતેલની સપ્લાયમાં બાધા ઊભી કરી છે. યુક્રેન યુધ્ધે પ્રથમ સૂર્યમુખીતેલ, તેની સાથે પામઓઇલ અને સોયાતેલની સપ્લાયમાં પણ સમસ્યા સર્જી દીધી છે.



કોરોના મહામારીએ એલ્યુમિનિયમ, તાંબું, નિકલ, જિંક જેવી ધાતુને મંદીમાં ગરકાવ કરી દીધી હતી, પણ મજબૂત ડોલર અને રશિયન નિકાસ અટકી પડતાં તાજેતરના સપ્તાહોમાં મેટલ કોમ્પ્લેક્સને પણ તેજીના રવાડે ચઢાવી દીધું છે. અલબત્ત, અમેરિકન ડોલરની મજબૂતી સોના ચાંદીને નીચે જવાની ફરજ પાડી છે.

ભારતમાં સ્થાનિક ઘઉ સપ્લાયને સ્વસ્થ રાખવા સરકારે આ સપ્તાહે ઘઉ નિકાસ પર નિયંત્રણો મૂકી દેતા શિકાગો ઘઉ વાયદો ફરી આસમાને જવા લાગ્યો હતો. વાસ્તવમાં, ભારત એક એવો દેશ હતો જ્યાંથી ઘઉની સપ્લાય નિયમિત થઈ રહી હતી, અને અમેરિકન કૃષિમંત્રાલય પણ માનતું હતું કે ઘઉની નિકાસમાં પડેલા ગાબડાને ભારત કઈક અંશે ભરી દેશે. જો કે હવે ભારત તેના પાડોશી દેશોને ઘઉની પ્રમાણસર સપ્લાય જારી રાખશે, પણ તે માટે પણ સરકારની મંજૂરી લેવી આવશ્યક કરી દેવાઈ છે.



આ સપ્તાહે ચીનમાં મળેલી એક કોન્ફરન્સમાં વડાપ્રધાન લી કેપિંગએ સરકારી એજન્સીઓને સંબોધીને કહ્યું હતું કે ઉત્પાદનમાં વૃધ્ધિ કરવા તમામ નીતિઓનો ઝડપી અમલ થાય, તેની અગ્રતા ધ્યાનમાં લેવામાં આવે. અલબત્ત, કોરોના મહામારી વચ્ચે બજારને હજુ વિશ્વાસ નથી બેસતો કે નીતિઓના ઝડપી અમલની યોજના પછી, જૂનમાં શાંઘાઇ બંધને ખોલી નાખવામાં આવશે કે કેમ. ચીનના અન્ય વિસ્તારોમાં ફેલાઇ રહેલા કોરોનાને જોતાં જાગતિક બજારને ચીનનું સેન્ટિમેન્ટ કોઈ મદદ કરે તેવું લાગતું નથી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)


- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular