Wednesday, May 20, 2026
HomeGujaratGandhinagarજૂના સચિવાલયમાં આગની ઘટના, મહત્વના કેટલાક દસ્તાવેજો બળીને ખાખ થતા અનેક તર્ક...

જૂના સચિવાલયમાં આગની ઘટના, મહત્વના કેટલાક દસ્તાવેજો બળીને ખાખ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા

- Advertisement -

નવજીવન ન્યુઝ, ગાંધીનગર: Fire in Gandhinagar: તાજેતરમાં જ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે આગ લાગી હતી. પરંતુ આ સમયે મહત્વના દસ્તાવેજો સ્ટ્રોંગરૂમમાં હોય તે આગથી બચી ગયા હતા. ત્યારે હવે ગાંધીનગરના (Gandhiangar) જુના સચિવાલય (Old Sachivalaya) ખાતે આગની ઘટના (Fire Incident) સામે આવી હતી. મહત્વની વાત છે કે આ આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં આગ લાગી કે લગાડવામાં આવી: અમિત ચાવડા

- Advertisement -

મળતી વિગતો અનુસાર આજરોજ સવારના સમયે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગ લાગી હતી. સચિવાલયના બ્લોક નંબર 17ના પ્રથમ માળ પર એકાઉન્ટ એન્ડ ટ્રેઝરી વિભાગની કચેરી આવેલી છે. જે કચેરીમાં આજરોજ અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે તાત્કાલીક ફાયર બ્રેગડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા હતા. પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. હાલ તો આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોટ સર્કીટ હોવાનું માનવમાં આવે છે. પરંતુ ખરેખર આગ કેમ લાગી હતી એ તો ઉંડી તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.

મહત્વની વાત છે કે અચનાક લાગેલી આગમાં કચેરીના કેટલાક દસ્તાવેજો બળી જતા અનેક તર્ક વિતર્કોએ ચર્ચા જગાવી છે. સાથે જ ચર્ચાઓ ચાલી રહી છે કે વર્ષ 2020માં કચેરીના રીનોવેશન માટે નાણા વિભાગે વર્ષ 2020માં રૂપિયા 77 લાખની રકમની ફાળવણી કરી હતી. પરંતુ અધિકારીઓની ઢીલી નીતિના કારણે આજદિન સુધી આ કામ પાર પડ્યું નથી અને રકમ યથાવત પડી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular