નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) છેલ્લા ઘણા સમયથી રાત ઉપર લારી-ગલ્લા ચલાવીને કમાતા લોકોને અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ લઈને આ લારી-ગલ્લાધારકો વિપક્ષ સાથે સામાન્ય સભામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે આ સામાન્ય લોકોની વાત સંભાળવાના બદલે ગાંધીનગર કોર્પોરેશનના (Gandhinagar Municipal Corporation) મેયર હિતેશ મકવાણાએ (Mayor Hitesh Makwana) આ લોકોને ખખડાવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિત અનુસાર, આજે ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠક મળી હતી. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના દબાણ ખાતના અધિકારીઓ દ્વારા ગલ્લાધારકો સામે કાર્યવાહી કરવામાં આવતા લારી-ગલ્લા ધારકો રોષે ભરાયા છે. આ લારી-ગલ્લાધારકો અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે એસ્ટેટ વિભાગની કાર્યવાહી સામે રજૂઆત કરવામાં માટે પહોંચ્યા હતા. તેઓએ સામાન્ય સભાની બહાર સૂત્રાચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે લારી-ગલ્લાધારકો વિપક્ષનો સહારો લેતા અને સત્તાપક્ષ સામે વિરોધ નોંધવતા મેયરને આ વાત ગમી ન હતી અને જાહેરમાં લારી-ગલ્લાધારકોને ખખડાવી નાખ્યા હતા. મેયરના રોષ સામે રજૂઆત કરવા આવેલા અરજદારોને પણ કડવો અનુભવ થયો હતો. તેમજ માર્શલો વડે તમામ લોકોને બહાર કાઢવા સૂચનો કરવામાં આવ્યા હતા.
બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે, ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ એવું કહી રહ્યા હતા કે ભાજપ તમારી સાથે છે પણ કોંગ્રેસની સાથે જે છે તેનું કામ નહીં થાય તે પ્રકારના આક્ષેપ લારી-ગલ્લા ધારાકોએ કર્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








