નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Fire News: રાજકોટમાં (Rajkot) મવડી વિસ્તારમાં આવેલા રાજકમલ શો રૂમમાં ભીષણ આગ (Fire Broke out) ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. સવારે 11:30 વાગ્યાના અરસામાં ફાર્નિચરના શોરૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાર્નિચરમાં પ્રસરી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે લોકોએ ફાયરબિગ્રેડની (Mavadi Fire Brigade) ટીમ જાણ કરતા ફાયરબિગ્રેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગે શોરૂમની સાથે બાજુમાં આવેલા ગોડાઉનને પણ ચપેટમાં લીધું હતું. હાલ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મવડી વિસ્તારમાં આનંદ ચોક નજીક આવેલા રાજકમલ શોરૂમમાં સવારે 11:30 વાગ્યાના અરસામાં શોટસર્કિટ થયું હતું. જેના કારણે ફાર્નિચરમાં આગ લાગી હતી અને થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા કર્મચારીઓએ સમયસૂચકતા દાખવી શોરૂમથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે લોકાના ટોળાટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાના પ્રયાસો હાથધર્યા છે. આગ ભીષણ હોવાથી આખા શોરૂમને ચપેટમાં લીધો હતો. જેના કારણે શોરૂમમાં રહેલા ફાર્નિચરનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. જેમાં લાખો રૂપિયાના નુકશાનની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
ઇન્ડ્સ્ટ્રીયલ વિસ્તાર હોવાથી આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગે વધુ ગાડી બોલાવમાં આવી છે અને વીજ કંપની કર્મચારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કનેકશન કાપી શું કારણોસર આગ લાગી છે તે દિશામાં તપાસ હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








