Female prisoner in US did not die despite being administered a lethal injection : અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી એક ઘટના ઘટી છે. ગત સપ્તાહે મૃત્યુદંડની રાહ જોઈ રહેલી એક મહિલા કેદીને બે ઘાતક ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ તે અસરદાર રહ્યા નહી. હત્યા કેસમાં સજા પામેલી ક્રિસ્ટા પાઇક (Christa Pike) ભાનમાં છે અને તે વાતચીત કરી રહી છે. બબ્બે ઝેરી ઇન્જેક્શન બાદ પણ 50 વર્ષીય ક્રિસ્ટા પાઇક મૃત્યુ પામી નથી. અમેરિકાના ઇતિહાસમાં એક માત્ર વ્યક્તિ છે કે જે ઘાતક ઇન્જેક્શનથી બચી ગઈ (History was made in US regarding the death penalty) છે. અત્રે નોંધનીય છે કે, આ ચોંકાવનારી ઘટનાના પગલે જેલના વડાએ રાજીનામું આપી દીધું છે.
મંગળવારે એક નિવેદનમાં ક્રિસ્ટા પાઇકના વકીલોએ જણાવ્યું હતું કે, 50 વર્ષીય ક્રિસ્ટા પાઇક હોસ્પિટલમાં હાથકડી પહેરેલી છે અને મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં તે હવે ભાનમાં છે, વાત કરી રહી છે તેમજ તબીબી સારવાર મેળવી રહી છે. આ ક્રિસ્ટા પાઇકને વર્ષ 1995માં ટેનેસીના નોક્સવિલેના જોબ્સ કોર્પ્સના સાથી કાર્યકર કોલીન સ્લેમરની હત્યા બદલ 1996માં દોષિત જાહેર કરાઈ હતી. ત્યારે ક્રિસ્ટા પાઇકની ઉંમર 19 વર્ષની હતી. 21 વર્ષની ઉંમરે મૃત્યુદંડની સજા ભોગવનાર સૌથી નાની વયની વ્યક્તિ હતી. 24 ઓગસ્ટ 2001ના રોજ પાઇકે કેદી પેટ્રિશિયા જોન્સ પર ઘાતક હુમલો કરતા તેને ફર્સ્ટ ડિગ્રી મર્ડરના પ્રયાસની દોષી ઠેરવવામાં આવી હતી.
ક્રિસ્ટા પાઇકના વકીલોએ ફરીથી ટેનેસીના ગવર્નર બિલ લીને પાઇકની સજાને આજીવન કેદમાં ફેરવવા વિનંતી કરી છે. ગવર્નર લીએ સ્વતંત્ર તપાસ સુધી રાજ્યમાં ફાંસીની સજા સ્થગિત કરી દીધી છે. મૃત્યુ દંડ માહિતી કેન્દ્ર અમેરિકામાં મૃત્યુ દંડ સંબંધિત ડેટા અને વિશ્લેષણ પ્રકાશિત કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાઇક ઘાતક ઇન્જેક્શનથી બચી જનાર પ્રથમ કેદી છે. ફોર્ડહામ લો સ્કૂલના પ્રોફેસર અને ગુનાશાસ્ત્રી ડેબોરાહ ડેનોએ કહ્યું કે, પાઈક સભાન અને બોલતા હતા તે જાણીને તેમને આશ્ચર્ય થયું છે. ડેનોએ બીબીસીને જણાવ્યું કે, સાત અન્ય કિસ્સાઓ બન્યા છે. જ્યાં કેદીઓ ફાંસીની સજામાંથી બચી ગયા હતા. તે કિસ્સાઓમાં કોઈ નસમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું ન હતું. આ કિસ્સામાં ક્રિસ્ટા પાઇકને ઘાતક દવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવા છતાં તે બચી ગઈ છે.








