Thursday, March 28, 2024
HomeWoWIAS અધિકારીએ શેર કર્યો આ Video અને લખ્યું 'કોઈ પુછે પ્રેમ શું...

IAS અધિકારીએ શેર કર્યો આ Video અને લખ્યું ‘કોઈ પુછે પ્રેમ શું હોય તો…’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ આ દુનિયામાં પ્રેમથી વધુ શક્તિ ક્યાં છે? પ્રેમ પોતાને જ નહીં અન્યોને પણ એક ખુશીની ક્ષણ આપવા સક્ષમ છે. પણ પ્રેમ શું છે તેના સવાલ ઘણાઓએ કર્યા અને ઘણાઓએ તેના ઘણા જવાબ પણ આપ્યા. આવા જ એક સવાલનો જવાબ એક વીડિયો સાથે મહિલા આઈએએસ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા તેને ઘણો પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

આઈએએસ અધિકારી સુમિતા મિશ્રા દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ અધિકારીએ એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ એક સાચો પ્રેમ છે. આ વીડિયોને તેમણે પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જે વીડિયો અહીં પણ આપને દર્શાવાયો છે. આ અધિકારી હરિયાણામાં કૃષિ અને ખેડૂત કલ્યાણના અધિક મુખ્ય સચિવ અને હરિયાણા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ છે.

- Advertisement -

તેમણે આ વીડિયો ટ્વીટ કરવા સાથે લખ્યું છે કે કોઈ પુછે કે પ્રેમ શું હોય, તો કહી દેજો પ્રેમ આ ઉંમરમાં અને આવો હોય છે. તેમના આ વીડિયો પોસ્ટ કર્યા પછી લોકો ઘણા ભાવુંક થયા હતા. લોકોએ તે વીડિયો પર કમેન્ટ કરીને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. આવો જોઈએ આ વીડિયો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular