Monday, February 17, 2025
HomeGeneral'મત ના આપનાર લોકોને ગદ્દાર કહો છો? તાકાત હોય તો મારી સામે...

‘મત ના આપનાર લોકોને ગદ્દાર કહો છો? તાકાત હોય તો મારી સામે બોલી બતાવો’ BJP નેતાને મેવાણીનો સણસણતો જવાબ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ વડગામના વરનાડા ખાતે કાર્યક્રમમાં આવેલા ભાજપ નેતા અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનું વડગામના લોકોને ભાજપને ન જીતાડી રાષ્ટ્ર સાથે ગદ્દારી કર્યાના મતલબલનું નિવેદન સામે આવતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ તેમને સણસણતો જવાબ આપ્યો છે. ગુજરાતમાં જ્યાં ભાજપે 156 બેઠકો જીતી છે ત્યાં ઘણી બેઠકો પર કમળ ખીલી શક્યું નથી. જોકે તેનો મતલબ ભાજપના નેતાએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કર્યા જેવો કાઢ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. વડગામની બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું નથી પણ અહીં કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી જીતીને ધારાસભ્ય બન્યા છે. જોકે આ જીત મામલે જગદીશ વિશ્વકર્માનું કહેવું છે કે વડગામની બેઠક ન જીતાડી તમે રાષ્ટ્ર જોડે ગદ્દારી કરી છે. મેવાણીએ પણ સીધો જવાબ આપતા કહ્યું કે, તાકાત હોય તો મારી હાજરીમાં ગુજરાતની વિધાનસભામાં આ શબ્દો બોલીને બતાવો.

વડગામના વરનાડામાં એક કાર્યક્રમ દરમિયાન હાજરી આપવા આવેલા રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને મત આપનારા અને ભાજપને નહીં જીતાડનારા લોકોએ રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી હોવાના મતલબનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વડગામની બેઠક નહીં જીતાડી એનો રંજ છે. બેઠક નહીં જીતાડીને તમે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જે પણ વડગામની બેઠકમાં હાર માટે જવાબદાર હોય તેમણે રાષ્ટ્ર જોડે ગદ્દારી કરી છે. મારા સ્વાગતમાં ફુલહારનું આડંબર કરવા કરતાં બેઠક જીતાડી દીધી હોત તો વધારે ખુશી થતી.

- Advertisement -

જીગ્નેશ મેવાણીએ સણસણતો જવાબ આપતા કહ્યું કે, કરોડો રૂપિયાનો ઢગલો કરવા છતાં વડગામની ચૂંટણી નહીં જીતી શકનારા ભાજપના ઘાંઘા બનેલા મંત્રી જગદીશ વિશ્વકર્મા જ્યારે આજે વડગામ ગયા અને વરનાડાના મારા મતવિસ્તારના ભાઈ-બહેનોએ તેમનું સ્વાગત કર્યું તો તેમણે તેમનું અપમાન કર્યું કે, શેના ફૂલો લઈને આવો છો, જે લોકોએ મને વોટ નથી કર્યા તેમણે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, રાષ્ટ્ર જોડે ગદ્દારી કરી છે. આવા જે શબ્દો જગદીશ વિશ્વકર્માએ કહ્યા છે ત્યારે સવાલ કરવા માગુ છું કે જ્યારે વડગામના લોકો ઓક્સિજનની એક એક બુંદ માટે તરસતા હતા અને તમે અહીં પગ ના મુક્યો તેના કારણે તમે ચૂંટણી હાર્યા છો. હાર પચાવતા શીખો, આવા સંસ્કારો શોભતા નથી તમને. અને એવું હોય કે વડગામની જનતાએ તમને વોટ નથી કર્યા અને તેના કારણે તમે જનતાને ગદ્દાર કહો છો? તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભવિષ્યની ચૂંટણીઓમાં પણ વડગામના લોકો તમને બરાબર જવાબ આપશે. તાકાત હોય તો એક વાર ગુજરાતની વિધાનસભામાં આ શબ્દનો પ્રયોગ મારી હાજરીમાં કરીને બતાવો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular