નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં સતત શિક્ષણનું સ્ટાર કથળી રહ્યું હોના અને શિક્ષણમાં ખાનગીકરણ તેમજ મોંઘવારીના આક્ષેપો અવાર-નવાર લાગી રહ્યા છે. તેવામાં ધોરણ 10 અને 12ના વિઘાર્થીએ પાસ થયા બાદ કઈ ફેકલ્ટીમાં જવું તેને લઇને પણ ઘણા માતા-પિતા અંસમજસ અનુભવતા હોય છે. થોડા સમય અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા અંગે કાર્યક્રમ કરવામાં આવી હતો અને તેની ઘણી જાહેરાતો પણ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલેજો અને શાળાઓમાં કરિયર્સ કોર્નર બંધ હાલતમાં છે. ત્યારે આ અંગે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)દ્વારા મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કહેવામા આવ્યું છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 10 અને 12 પછીના અભ્યાસક્રમો, કારકિર્દીની તકો અને વિષય પસંદગી સહિત કારકિર્દી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ (Manish Doshi) મુખ્યમંત્રીને પત્ર લખી માગ કરી છે કે, શિક્ષણ વિભાગે વિવિધ પ્રકારે સામૂહિક નીતિ ઘડીને સમયાંતરે કારકિર્દી માર્ગદર્શન વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. જેથી વિવિધ પ્રકારની ઉભરતી તકો, ઉપલબ્ધ અભ્યાસક્રમો, રાજગોરની તકો અને ભવિષ્ય નિર્માણમાં બાળકોને ઉપયોગી સાબિત થશે અને માતા-પિતાની ચિંતામાં ઘટાડો થશે. કોંગ્રેસ પક્ષ છેલ્લા અઢાર વર્ષથી રાજ્યના બાળકોને સરળ અને સચોટ માર્ગદર્શન મળે તે માટે કારકિર્દીના ઉંબરે પુસ્તક દ્વારા અદ્યતન માહિતીથી સાતત્ય સાથે પ્રકાશીત કરે છે. જે રાજ્યના હજારો બાળકો માટે દિવા-દાંડી રૂપ સાબિત થઈ રહ્યું છે. જેમાં ગુજરાતમાં અને દેશમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોની માહિતી, બેઠકોની સંખ્યા, ફીના ધોરણો, હોસ્ટેલની સગવડ સહિત ભવિષ્યની જે તે અભ્યાસક્રમ બાદની તકો અંગે વિવિધ વિભાગો સાથે સંકલનથી એકત્ર માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે રીતે શાળા કક્ષાએ વ્યવસ્થા તંત્ર ઉભું કરવું જરૂરી છે. સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળા અને કોલેજોમાં કારકિર્દી ઘડતર માટે કેરીયર કોર્નસ દ્વારા સરળતાથી કારકિર્દી લક્ષી માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. જેથી અભ્યાસક્રમોની પસંદગી અને કારકિર્દી ઘડતર થઈ શકે. ગુજરાત સરકારે વ્યવસ્થા તંત્ર સ્થાનિક કક્ષાએ ઊભું કરવા માટે પગલા ભરવા જોઇએ, જેથી છેવાડાનાં વિઘાર્થી પોતાના ભવિષ્યનો યોગ્ય નિર્ણય લઈ શકે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








